Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રવાણી ખીજડિયા ગામ પાસે બે બાઈક ટકરાતા ઘવાયેલા પ્રૌઢનું મૃત્યુઃ પડાણા નજીક અકસ્માતમાં બેને ઈજા

મુળવાસર-મીઠાપુર રોડ પર અકસ્માતે ઘવાયેલા સુરજકરાડીના પ્રૌઢનું મોતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગર નજીકના રવાણી ખીજડિયા ગામમાં રહેતા એક પ્રૌઢ ગઈકાલે સવારે ધ્રોલથી કામ પૂર્ણ કરીને રવાણી ખીજડિયા આવવા માટે બાઈક પર નીકળ્યા ત્યારે ગામની ધાર પાસે એક મંદિર પહેલાં તેઓની સાથે અન્ય બાઈક ટકરાઈ પડતા ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢનું સારવારમાં ખસેડાયા પછી મૃત્યુ થયું છે. જ્યારે ત્રણ સપ્તાહ પૂર્વે પડાણા ગામના નવા ગેઈટ પાસે એક મોટરે અચાનક વળાંક લઈ બાઈકને હડફેટે લેતા લાલપુરના બે યુવાન ઘવાયા છે. ઓખામંડળના મુળવાસરથી મીઠાપુર વચ્ચે ગઈકાલે વહેલી સવારે એક પ્રૌઢને અકસ્માતે ગંભીર ઈજા થતાં તેઓ મૃત્યુ પામ્યા છે. પોલીસે ત્રણેય બનાવની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

જામનગર તાલુકાના રવાણી ખીજડિયા ગામમાં વસવાટ કરતા ચંદુભા જાડેજા (ઉ.વ.૬પ) નામના પ્રૌઢ ગઈકાલે સવારે જીજે-૧૦-ઈજે ૧૪૭૭ નંબરના મોટરસાયકલમાં ધ્રોલ કામસર ગયા હતા. ત્યાંથી સવારે સાડા નવેક વાગ્યે ચંદુભા પરત આવવા નીકળ્યા હતા.

તેઓ જ્યારે રવાણી ખીજડિયાથી થોડે આગળ મંદિર નજીક પહોંચ્યા ત્યારે જીજે-૧૦-ઈજે ૧૨૮૫  નંબરના મોટરસાયકલના ચાલક પરેશ દેવાભાઈ બાંભવાએ બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી ચંદુભા સાથે અકસ્માત સર્જતા પોતાના બાઈક પરથી પડી ગયેલા ચંદુભાને કપાળ તથા માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી. સારવારમાં ખસેડાયેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર હિતેશસિંહ જાડેજાએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લાલપુરમાં રહેતા મેહુલભાઈ ગીરધરભાઈ પારીયા તથા અનિલભાઈ ગઈ તા.ર૪ના દિને સવારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા ગામના નવા ગેઈટ પાસેથી કાનાલુસ તરફના રસ્તા પરથી જીજે-૧૦-એઆર ૪૭૩૧ નંબરની બાઈકમાં જતા હતા. આ વેળાએ અનિલભાઈ ડ્રાઈવીંગ કરતા હતા ત્યારે જીજે-૧૦-ઈસી ૪૦૫૦ નંબરની સ્વીફ્ટ મોટરના ચાલકે અચાનક પેટ્રોલપંપ બાજુ વળાંક વાળી લેતા મોટરસાયકલ તેની હડફેટે ચઢી ગયું હતું. બંને યુવાનોને ઈજા થઈ છે. મેહુલભાઈએ મોટરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા સુરજકરાડીમાં ક્રિષ્નાનગરમાં રહેતા ગગુભા ભીખુભા ભઠડ (ઉ.વ.પ૧) નામના પ્રૌઢ ગુરૂવારની રાત્રે સાડા ત્રણેક વાગ્યે મુળવાસરથી મીઠાપુર વચ્ચેના રોડ પર એક હોટલ નજીકથી જતા હતા ત્યારે કોઈ રીતે માથાના ભાગે તેમજ જમણી હાથ અને કાન વચ્ચે ઈજા થતાં મૃત્યુ પામ્યા છે. તેમના નાનાભાઈ રામાભા ભીખાભા ભઠડે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh