Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉ ૭૫ જેટલા દારૂબંધીના ગુન્હામાં છે સંડોવણીઃ
જામનગર તા. ૧૬: ચોટીલા પાસેથી ઝડપાયેલા રૂ।.દોઢેક કરોડના ઈંગ્લીશ દારૂના જથ્થાના કેસમાં ભાણવડ તાલુકાના રાણપર ગામના શખ્સનું નામ ખૂલ્યું હતું. અંદાજે પોણોસો જેટલા પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલા આ શખ્સને રાજકોટ રેન્જના આઈજીની ટીમે માળીયા પાસેથી પકડી પાડ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસેથી તાજેતરમાં ઝડપાયેલા રૂ।.દોઢ કરોડના ઈંગ્લીશ દારૂના ગુન્હામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામના બધાભાઈ ભોરાભાઈ શામળા નામના શખ્સનું નામ ખૂલ્યું હતું. અગાઉ ૭૫ જેટલા દારૂબંધી ભંગના ગુન્હામાં આ શખ્સ ઝડપાઈ ચૂક્યો છે.
આ શખ્સની અટકાયત માટે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની ટીમના પીઆઈ અપૂર્વ પટેલની સુચનાથી પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. તે દરમિયાન સ્ટાફના સંદીપસિંહ, રસીક પટેલ, કમલેશ રબારી, મિતેશ પટેલ, કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે માળીયા પાસેથી બધાભાઈ શામળાને દબોચી લેવામાં આવ્યો છે. આ શખસનો કબજો ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial