Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાલુ મહિનામાં બીજી વખત નશાકારક પદાર્થનો બિનવારસુ જથ્થો સાંપડ્યોઃ પોલીસ તપાસનો ધમધમાટઃ
ઓખા તા. ૧૬: દ્વારકા નજીકના રૂપેણ બંદરના દરિયાકાંઠેથી આજે સવારે રૂ।.૬૧.૫૦ લાખની કિંમતના મનાતા ૧૨૩૦ ગ્રામ વજનવાળા ચરસનું બિનવારસુ પેકેટ સાંપડ્યું છે. તેને કબજે કરી લઈ એસઓજીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. ચાલુ મહિનાના પ્રથમ સપ્તાહમાં કલ્યાણપુર અને દ્વારકાથી પોરબંદર ધોરીમાર્ગ પર આવેલા હર્ષદ-ગાંધવીના દરિયા પાસેથી સાડા ચારેક કિલો વજનના ડ્રગ્સના ચાર પેકેટ બિનવારસુ મળી આવ્યા હતા. અંદાજે રૂપિયા સવા બે કરોડના ડ્રગ્સના આ જથ્થાની તપાસ ચાલી રહી છે. તે દરમિયાન વધુ એક વખત આજે રૂપેણ બંદરના દરિયાકાંઠેથી લાખોની કિંમતનંુ ચરસનું પેકેટ બિનવારસુ મળ્યું છે. એસપીના માર્ગદર્શન હેઠળ એસઓજી સહિતની ટૂકડીઓ તપાસમાં જોતરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી સમયાંતરે નશાકારક પદાર્થાનો જથ્થો બિનવારસુ હાલતમાં મળતો રહ્યો છે તેથી નશાના સોદાગરો માટે ગુજરાતનો લાંબો દરિયાકાંઠો જાણે કે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે. તે દરમિયાન આજે દ્વારકાથી ઓખા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા રૂપેણ બંદરના દરિયાકાંઠેથી વધુ એક વખત ચરસનું પેકેટ મળી આવતા એસઓજીએ તેને કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
આ બાબતની મળતી વધુ વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આજે કરાઈ રહેલા પેટ્રોલિંગ દરમિયાન રૂપેણ બંદરના દરિયાકાંઠેથી ઉપરોક્ત પેકેટ બિનવારસુ હાલતમાં જોવા મળ્યું હતું. પેકેટ સુધી ધસી ગયેલી એસઓજી ટીમે તેની ચકાસણી કરતા તેમાંથી ૧૨૩૦ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૂ।.૬૧ લાખ ૫૦ હજારની કિંમતનો આ જથ્થો એસઓજી ટીમે કબજે કરી કોના દ્વારા તે પેકેટ ત્યાં મૂકવામાં આવ્યું? તેની સઘન તપાસ શરૂ કરવા ઉપરાંત જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાને વાકેફ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ મહિનાના પ્રથમ સપ્તાહમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ-ગાંધવીના દરિયાકાંઠેથી ચાર પેકેટમાં ભરેલો સાડા ચાર કિલો જેટલો નશાકારક પદાર્થ બિનવારસુ મળી આવ્યો હતો. અંદાજે રૂપિયા સવા બે કરોડથી વધુની કિંમતના આ ડ્રગ્સને કબજે કરી તપાસ આરંભાઈ હતી. તે દરમિયાન આજે વધુ એક વખત ૧૨૩૦ ગ્રામ ચરસ સાથેનું પેકેટ બિનવારસુ મળી આવ્યું છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ દરિયાકાંઠે કે દરિયામાં કડક સુરક્ષા વ્યવસ્થા જોઈને કોઈ શખ્સ પકડાઈ ન જવાય તેવા ડરથી આ પેકેટને અહીં મૂકીને નાસી ગયો હોય શકે છે ત્યારે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવા ઉપરાંત પોલીસે સ્થાનિક બાતમીદારોને પણ એક્ટિવેટ કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial