Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીએનજી તરફ વળેલા વાહનચાલકોને ઝટકોઃ
અમદાવાદ તા. ૧૬: અદાણી ગ્રુપે સીએનજીના ભાવોમાં વધારો કરતા ગરીબ-મધ્યમ વર્ગની મુશ્કેલી વધી છે, તો પેટ્રોલ-ડીઝલના સીએનજી તરફ વળેલા વાહનચાલકોને ઝટકો લાગ્યો છે.
ગુજરાતના વાહનચાલકો માટે ફરી એકવાર મોંઘવારીના માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ભાવમાં પ્રતિકીલો ર.ર૪ રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
આ નવો ભાવ વધારો આજ (૧૬ મી મે) થી જ અમલમાં આવી ગયો છે, જેના કારણે સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના ખિસ્સા પર સીધો આર્થિક બોજ વધશે. નવા વધારા પછી હવે અદાણી સીએનજીનો ભાવ પ્રતિકીલો ૮૬.૧ રૂપિયા પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, છેલ્લા થોડા સમયથી અદાણી સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ પહેલા ચોથી એપ્રિલે પણ પ્રતિકીલો ૧.પ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે છેલ્લા દોઢ મહિનામાં જ કુલ મળીને અંદાજે ૩.૭૪ રૂપિયા જેટલો વધારો નોંધાઈ ચૂક્યો છે. જે વાહનચાલકો પેટ્રોલ-ડીઝલના મોંઘા ખર્ચથી બચવા માટે સીએનજી તરફ વળ્યા હતાં, તેઓ હવે સીએનજીના વધતા ભાવોથી ચિંતામાં મૂકાયા છે.
રોજિંદી કમાણી કરતા રિક્ષા અને ટેક્સી ચાલકોની આવક પર કાપ મૂકાશે. ઈંધણ મોંઘુ થતા આગામી સમયમાં સ્કૂલ વાનના ભાડામાં પણ વધારો થઈ શકે છે. રોજિંદા ધંધા કે નોકરી માટે અપડાઉન કરતા મધ્યમ વર્ગના લોકોનું માસિક બજેટ સંપૂર્ણ ખોરવાઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial