Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયનું ધોરણ ૧૨નું ઉત્કૃષ્ટ ૯૯.૬૧ ટકા પરિણામ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: ધો. ૧૨ની પરીક્ષામાં જામનગરના આર્યસમાજ સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયનું ૯૯.૬૧ ટકા જેવું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે.

ધો. ૧૨ કોમર્સમાં શાળામાં સોનિયા શેઠીયા, રીયા હરવરા, હસ્તી લૈયા તથા ધો. ૧૨ આર્ટસમાં શાળામાં કૃપા પિંગળ, રિદ્ધિ ગોસાઈ, દિયાબા કંચવા અનુક્રમે પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયા હતા. શાળાની પાંચ વિદ્યાર્થિની એ-૧ ગ્રેડમાં, ૨૬ વિદ્યાર્થિનીઓ એ-૨ ગ્રેડમાં અને ૩૦ વિદ્યાર્થિનીઓ બી-૧ ગ્રેડમાં ઉત્તીર્ણ થઈ છે.

સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, મંત્રી ધવલભાઈ બરછા, અન્ય હોદ્દેદારો, કારોબારી સભ્યોએ પ્રિન્સીપાલ તથા શિક્ષકો તેમજ વિદ્યાર્થિનીઓ-વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh