Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોના-ચાંદીના દાગીના, રોકડ કબજે કરી લેવાયાઃ
જામનગર તા. ૧૬: જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટીમાં એક મકાનમાં તાજેતરમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરી થઈ હતી. જેમાં સોના-ચાંદીના દાગીના, રૂ।.૪૩૧૦૦ રોકડા ચોરાઈ ગયા હતા. તેની તપાસમાં સિટી એ ડિવિઝન પોલીસે એક આરોપીને તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી મુદ્દામાલ કબજે લીધો છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટીમાં વસવાટ કરતા અલ્તાફ ગનીભાઈ સમા નામના આસામીના મકાનમાં બુધવારની રાત્રે સવા બાર વાગ્યાથી દોઢ વાગ્યાના સમય દરમિયાન ઘૂસેલા કોઈ તસ્કરે દરવાજાનું તાળુ તોડી અંદર ઘૂસી જઈ લાકડાના કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રૂ।.૪૩૧૦૦ રોકડાની ચોરી કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
તે ગુન્હાની તપાસ સિટી એ ડિવિઝન પીઆઈ વી.એમ. દોડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે શરૂ કર્યા પછી સ્ટાફના વિપુલ સોનગરા, હરપાલસિંહ, વિજય કાનાણીને મળેલી બાતમીના આધારે મોરકંડા રોડ પર રાજ સોસાયટીની શેરી નં.૩માં રહેતા સમીર ઓસમાણ શેખ ઉર્ફે બાપુડી ફકીર નામના શખ્સની અટકાયત કરાઈ હતી.
આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી સોનાના એરીંગની જોડી, પેંડલવાળા સોનાના બે ચેઈન, સોનાની લેડીઝ વીટી, ચાંદીના સાંકળા, પોચી, લક્કી, ઝાંઝરી તથા રૂ।.૪૩૧૦૦ રોકડા મળી આવ્યા હતા. આ શખ્સે ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી છે. પોલીસે આરોપીની અટકાયત કરી તમામ મુદ્દામાલ કબજે કરી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial