Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પર ઝીંક્યો એક લિટરે ત્રણ રૂપિયાનો વિન્ડ ફોલ ટેક્સ

સ્થાનિક બજાર પર અસર નહીં થાય, તેથી ચિંતા નથી!

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૬: કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પર લિટરદીઠ ત્રણ રૂપિયાનો વિન્ડફોલ ટેક્સ ઝીંકી દીધો છે, જ્યારે એટીએફ-ડીઝલ માટે રાહતના સમાચાર છે.

કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિલિટર રૂ।. ૩ ના દરે સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ઠડ્યુટી એટલે કે વિન્ડ ફોલ ટેક્સ લગાવી દીધો છે, જ્યારે બીજી તરફ નિકાસ કરવામાં આવતા ડીઝલ અને વિમાન ઈંધણ (એટીએફ) પરના શુલ્કમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.

નાણા મંતલય દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરનામા અનુસાર આ નવી  દરો આજથી એટલે કે ૧૬ મે ર૦ર૬ થી અમલમાં આવી ગયા છે. નવા સુધારા મુજબ ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી રૂ।. ર૩ પ્રતિલિટરથી ઘટાડીને રૂ।. ૧૬.પ કરવામાં આવી છે, જ્યારે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ પરની ડ્યુટી રૂ।. ૩૩ થી ઘટાડીને રૂ।. ૧૬ પ્રતિલિટર કરી દેવામાં   આવી છે.

આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર રોડ એનડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસને શૂન્ય રાખવામાં આવ્યો છે. ભારતના સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ નિર્ણયની સ્થાનિક બજાર પર કોઈ નકારાત્મક અસર નહીં ડે. દેશમાં સ્થાનિક વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરાયો નથી, તેથી દેશની અંદર છૂટક કિંમતો વધશે નહીં અને સામાન્ય માણસનું બજેટ ખોરવાશે નહીં.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) સંકટના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલી સૈન્ય કાર્યવાહી પછી ક્રૂડ ઓઈલ ૧૦૦ ડોલર પ્રતિ બેરલને પાર થઈ ગયું છે, જે યુદ્ધ પહેલા ૭૩ ડોલરની આસપાસ હતું. સરકારનો ઉદ્દેશ્ય દેશમાં ઈંધણનો પૂરતો પુરવઠો જાળવી રાખવાનો અને નિકાસકારોને આંતરરાષ્ટ્રીય કિંમતોનો અયોગ્ય લાભ ઊઠાવતા રોકવાનો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh