Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિદેવ જયંતિ નિમિત્તે દ્વારકા જિલ્લાના
ખંભાળીયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના હાથલા ગામે ભાણવડ તાલુકામાં સમગ્ર દેશમાં શનિદેવના જન્મસ્થાનની પ્રાચીન પ્રતિમાના દર્શન કરવા પનોતી દેવીના દર્શન કરવા તથા પનોતી ઉતારવા માટે રાત્રે બાર વાગ્યાથી જ ભાવિકો ઉમટી પડ્યા હતાં.
આજે વહેલી સવારે ચાર વાગ્યાથી જ ભાવિકો કતારો લગાવીને દર્શને ઉમટ્યા હતા તથા વિશેષ દિન શનિ જ્યંતી હોય, પૂજા-દર્શન તથા નૂતન ધ્વજારોહણ યજ્ઞ, હવન તથા પ્રસાદીની વિશેષ વ્યવસ્થા પણ યોજાઈ હતી. શનિદેવ સેવા ટ્રસ્ટ, પૂજારીઓ વિનોદપુરી ગોસ્વામી, નીરવપુરી ગોસ્વામી તથા હિતેશપુરી ગોસ્વામી તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉથી જ મિટિંગ ગોઠવીને ડેપ્યુટી કલેક્ટર તથા ડીવાયએસપી તથા ભાણવડ પોલીસ ઈન્સપેક્ટર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર્શનના સ્થળે ઉપર છાંયડો નીચે પગ તપે નહીં તે માટે પાથરણાની વ્યવસ્થા, લાઈનમાં ભક્તો દર્શન કરે તેવી વ્યવસ્થા કરાઈ છે. પીવાનું પાણી તથા પ્રસાદી અને આરોગ્ય તંત્ર દ્વારા મેડિકલની પણ વ્યવસ્થા થઈ છે.
શનિ જ્યંતીના દિને ચપ્પલ-બૂટ (પનોતી) ઉતારવાનું મહત્ત્વ હોય, સવારથી પગરખાના ઢગલા થઈ ગયા હતાં.
આજે કેદાર રાજયોગ
જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આજે કેદાર રાજયોગ શનિજ્યંતીના પ૦ વર્ષ થયા છે. જેમાં સાતેય ગ્રહો સાત ભાવોમાં હોય અને આ યોગમાં શનિદેવની પૂજા ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આજે અમાસ સાથે શનિવાર અને શનિજ્યંતી હોય, ભાવિકો દૂર-દૂરથી અહીં ઉમટી પડ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial