Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવન-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
જામનગરના શ્રી સતિમાતા મંડળ (હવાઈચોક ર/૩) દ્વારા તાજેતરમાં શ્રી લહેરી મામાનો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં સવારે ૯ વાગ્યે હવન રાખવામાં આવ્યો હતો, અને બપોરે ૧ર-૩૦ વાગ્યે બીડું હોમવામાં આવ્યું હતું. આ શુભ કાર્ય (હવન) ના યજમાન પદે વ્યોમેશભાઈ વિનોદરાય લાલ તેમજ અ.સૌ. મિતલબેન વ્યોમેશભાઈ લાલ બિરાજમાન થયા હતાં તેમજ હવનના આચાર્ય પદેથી યોગેશભાઈ રતિલાલ પાઠકે શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી. હવન દરમિયાન વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર અમરભાઈ કનખરા, ધવલભાઈ નાખવા, ગુજરાત સમાચારના પત્રકાર સંજયભાઈ આઈ. જાની પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતાં. હવન પછી રાત્રિના સમયે સમગ્ર શહેરીજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમલ ગુસાણી તથા સતિમાતા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial