Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલથી અધિક માસનો પ્રારંભઃ
ખંભાળીયા તા. ૧૬: આવતીકાલ તા. ૧૭-પ-ર૦ર૩ થી પુરૂષોત્તમ માસ એટલે કે અધિક માસની શરૂઆત થાય છે ત્યારે મળ માસ માટે જાણીતો પુરૂષોત્તમ માસ જે અધિક માસ પણ કહેવાય છે તથા આખો માસ વિષ્ણુ ભગવાનને સમર્પિત હોય, અને ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પુણ્યશાલી ગણાતો આ માસ તા. ૧૭-પ-ર૦ર૬ થી શરૂ થઈ તા. ૧પ-૬-ર૦ર૬ ના પૂર્ણ થશે.
હિન્દુશાસ્ત્રમાં સૌર વર્ષ ૩૬પ દિવસનું અને ચંદ્રવર્ષ ૩પ૪ દિવસનું છે. જેથી ૧૧ દિવસનો તફાવત રહે છે જેને સરભર કરવા દર બત્રીસ મહિના અને ૧૬ દિવસે વધારાનો ચંદ્ર માસ આવે છે, જેને અધિક માસ કહેવાય છે. આ વર્ષે બે જેઠ માસ છે, જેથી ૧૩ મહિનાનું હિન્દુ વર્ષ થશે.
જો કે, ભગવાન વિષ્ણુનો પ્રિય આ માસ હોવા છતાં પણ આ મહિનામાં લગ્ન, ગૃહપ્રવેશ જેવા માંગલિક કાર્યોને વર્જિત ગણાયા છે. તો આ મહિનામાં પૂજા, પાઠ, દાન, વ્રત, મંત્ર જપ ખાસ વિષ્ણુ સહસ્ત્ર નામ ખૂબ જ ઉત્તમ મનાય છે. મોટી સંખ્યામાં લોકો પુરૂષોત્તમ માસમાં દ્વારકા, હરિદ્વાર જેવા સ્થળે આખો માસ ભાવભક્તિમાં ગાળે છે.
અગાઉના સમયમાં ખંભાળીયામાં ઘી નદીમાં લોકો સવારે નાહીને પુરૂષોત્તમ ભગવાનની પૂજા કરતા તથા અહીં બ્રાહ્મણો રોજ કથા કરતા અને ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં પૂજામાં જોડાતા હતાં. પુરૂષોત્તમ માસમાં ખંભાળીયામાં મહાપ્રભુજી બેઠક, વિવિધ હવેલીઓ તથા કલ્યાણરાયજી મંદિરમાં પણ વિશેષ પૂજા-દર્શન યોજાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial