Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત
જામનગર તા. ૨૫ઃ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ધ્રોળ તાલુકાના વાંકિયા ગામે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર તથા મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા હતાં. વક્તાઓએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો થકી લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે.
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના વાંકિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંહતું. આ કાર્યક્રમમાં વિકસિત ભારત રથ મારફતે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અને લાભાર્થીઓને મળેલા લાભો અંગે ફિલ્મ બતાવવામાં આવી હતી.
લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે ભારત દેશને આગળ ધપાવવા અંગે શપથ ગ્રહણ કર્યા હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર બી.એ. શાહે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં ચાર રથ ભ્રમણ કરશે. જેનો મુખ્ય હેતુ દરેક નાગરિક સરકારની તમામ યોજનાઓથી માહિતગાર બને અને યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડી લોકજાગૃતિ લાવવાનો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્ર અંતર્ગત લાભાર્થીઓને ઘર આંગણે યોજનાઓના લાભો મળી રહ્યા છે. સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકાર કાર્યરત છે.
આ કાર્યક્રમમાં બાળકીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્ત્વને વર્ણવતી કૃતિ રજૂ કરવામાં આવી હતી, તેમજ મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારી યોજનાઓ થકી તેઓને થયેલા ફાયદાઓ વિશેના અનુભવો વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવોએ આઈ.સી.ડી.એસ., આરોગ્ય વિભાગ, કિસાન સમ્માનનિધિના લાભાર્થીઓ તથા શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને લાભો એનાયત કર્યા હતાં.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, ગ્રામીણ બેંક તેમજ આંગણવાડી વિભાગની બહેનોએ બનાવેલી વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેની મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અગ્રણી રમેશભાઈ મુંગરા, ડીઆરડીએ નિયામક ચૌધરી તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન શિયાર, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, તાલુકા પંચાયતના સદસ્યો, અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial