Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપણાં દેશમાં જન્મદર ઘટ્યોઃ ભારતના ૧ર રાજ્યોનું તાજું દૃષ્ટાંતઃ
નવી દિલ્હી તા. રપઃ આગામી ત્રણ વર્ષમાં દુનિયાની વસતિ ૮ અબજથી ઘટીને થઈ ર અબજ થવાનો અંદાજ કરાયો છે, જેમાં ભારતના ૧ર રાજ્યોમાં ઘટી રહેલા વસતિ દરનું તાજુ દૃષ્ટાંત અપાયું છે. આ રિસર્ચ મુજબ માત્ર ભારત અને ચીનની વવસતિ અંદાજે ૩ અબજની આસપાસ હશે. જ્યારે ર૦પ૦ થી લઈને ર૦૮૦ સુધીમાં દુનિયાની વસતિ ૧૦ અબજ સુધી પહોંચ્યા પછી તેમાં ઘટાડો જોવા મળશે, અને ૩૦૦ વર્ષ સુધીમાં બે અબજ થઈ જશે.
યુનિવર્સિટી ઓફ ટેક્સાસના પોપ્યુલેશન રિસર્ચ સેન્ટરમાં કામ કરતા મહાન અર્થશાસ્ત્રી સ્પીયર્સે ધ ન્યૂયોર્ક ટાઈમ્સ માટે લખેલા તેમના લેખમાં ઘણાં ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું છે કે આગામી ૩૦૦ વર્ષમાં વિશ્વમાં મનુષ્યનો જન્મ દર ૧.પ ની આસપાસ રહેશે. હાલમાં તે ઘણાં દેશોમાં ર થી વધુ છે.
ભારતે જન્મ દર વધારવાની બાબતમાં ઘણો સુધારો કર્યો છે. ર૦ર૦ માં તે ર ની નજીક હતો. હવે તે ઘટીને ૧.૮ થઈ ગયો છે. જે વધુ નીચે જવાની શક્યતાઓ પણ છે. હાલમાં ભારતમાં સૌથી વધુ યુવાનો છે. સૌથી વધુ વસતિ સરેરાશ ર૮ વર્ષની છે, જો કે ર૦૪૮ સુધીમાં તે વધીને ૪૦ થઈ શકે છે. જાપાન વિશે વાત કરીએ તો હજુ ૪૯ ની આસપાસ વ.ફ
વિશ્વના ઘણાં દેશોમાં જન્મ દરમાં સુધારો જોવા મળ્યો છે, પરંતુ આજે પણ ઘણાં દેશો એવા છે જ્યાં સ્થિતિ સારી નથી. દેશોમાં કોંગો, નાઈજીરિયા અને ઈથોપિયાનો પણ સમાવેશ થાય છે, જેને ભારત પાસેથી શીખવાની જરૃર છે. ૧૯૮૧ અને ર૦ર૦ ની વચ્ચે ભારતના ૧ર રાજ્યોએ જન્મ દરની દૃષ્ટિએ ઉત્તમ કાર્ય કર્યું છે.
હરિયાણામાં જન્મદરમાં ૬૦ ટકા અને આંધ્રપ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં ૬૦ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ પ૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial