Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી મોટરમાં દારૃની હેરફેર ઝડપાઈઃ અડસઠ બોટલ ઝબ્બે

પ્રણામી સ્કૂલ નજીક અંગ્રેજી શરાબની સાત બોટલ સાથે બાઈકચાલક પકડાયોઃ

જામનગર તા. ૨૫ઃ જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે મોટરમાં દારૃની હેરાફેરી થતી હોવાની બાતમી પરથી એલસીબીએ વોચ ગોઠવી એક શખ્સને અડસઠ બોટલ દારૃ સાથે પકડી પાડ્યો છે. તેણે સપ્લાયર સહિતના બેના નામ આપ્યા છે. જ્યારે પ્રણામી સ્કૂલ પાસેથી બાઈકમાં લઈ જવાતી અંગ્રેજી દારૃની સાત બોટલ ઝડપાઈ છે. પકડાયેલા આરોપીએ અન્ય બેના નામ પોલીસ સમક્ષ ઓકી નાખ્યા છે. ઉપરાંત દિગ્જામ વુલન મીલ નજીક ઝૂંપડામાંથી દેશી દારૃની ભઠ્ઠી મળી આવી છે.

જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલી શક્તિ સોસાયટી નજીક એક મોટરમાં અંગ્રેજી શરાબની હેરાફેરી કરાતી હોવાની બાતમી એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ, ઋષિરાજસિંહ વાળાને મળતા પીઆઈ જે.વી. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરીના વડપણ હેઠળ એલસીબીએે વોચ રાખી હતી.

તે સ્થળેથી જીજે-૧૦-એપી ૫૧૪૦ નંબરની વર્ના મોટર મળી આવી હતી. તે મોટરની તલાશી લેવાતા તેમાં પાછળની સીટ તથા ડેકીમાંથી અંગ્રેજી શરાબની ૬૫ બોટલ મળી આવી હતી. તે જથ્થા સાથે એલસીબીએ વિશ્રામવાડી પાછળ રહેતા અક્ષયગીરી કિશોરગીરી ગોસ્વામી નામના શખ્સની અટકાયત કરી છે.

આ શખ્સની પૂછપરછ કરાતા તેણે પોતાના સાગરિત શક્તિ સોસાયટીવાળા તોતળા ઉર્ફે યુવરાજસિંહ અનોપસિંહ ભટ્ટી તથા અશોક ખટાઉ મંગે ઉર્ફે મીર્ચીના નામ આપ્યા છે. શરાબનો જથ્થો, એક મોબાઈલ, રૃા.દોઢ લાખની મોટર મળી કુલ રૃા. ૧,૭૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસેથી ગઈકાલે રાત્રે જઈ રહેલા જીજે-૧૦-ડીએફ ૭૮૧૩ નંબરના બાઈકને પોલીસે રોકાવી તેના ચાલક ૫૮ દિગ્વિજય પ્લોટ વાળા પરેશ દેવજીભાઈ મંગે નામના શખ્સની તલાશી લેતાં તેના કબજામાંથી અંગ્રેજી શરાબની સાત બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા બાઈક મળી કુલ રૃા.૩૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. પરેશની પૂછપરછ કરાતા તેણે આ જથ્થો સાગર ઉર્ફે સેંગુ હુરબડા, રાજ લખીયર ઉર્ફે ભાયુનું નામ આપ્યું છે. પોલીસે આ બંને શખ્સની શોધખોળ શરૃ કરી છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ પાસે આવેલા ખુલ્લા ફાટક નજીકના બાવરીવાસ નજીક રાખીબેન કિશોરભાઈ કોળી નામના મહિલાના ઝંંુપડામાં ગઈકાલે પોલીસે દરોડો પાડતા ત્યાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઈ ગઈ છે. સ્થળ પરથી ૬૫ લીટર આથો, ૮ લીટર તૈયાર દારૃ તથા ભઠ્ઠીના સાધનો મળી આવ્યા છે. દરોડા પહેલાં મહિલા આરોપી નાસી ગયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh