Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૫ઃ હૈદ્રાબાદના હાર્ટફૂલનેશ ઈન્સ્ટિટયુટના વડામથક કાન્હા શાંતિ વનમમાં આવતીકાલે તા. ૨૬-૧૧ ના સવારે ૧૧ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઈન્સ્ટિટયુટના ગ્લોબલ ગાઈડ કમલેશ ડી. પટેલ (દાજી) સાથે મળીને સંસ્થાના અસંખ્ય લોકો સાથે ધ્યાન કરવાના છે.
જામનગરના હાર્ટફૂલ ઈન્સ્ટિટ્યુટ-રામચંદ્ર મિશન કેન્દ્રના ભાઈઓ-બહેનો પણ આ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાશે.
હાર્ટફૂલનેશ સંસ્થા ૭૫ વર્ષથી માનવતાની સુખાકારી માટે સમર્પિત અને કાર્યરત એક બિન-નફાકારક સંસ્થા છે. હાલમાં હાર્ટફૂલનેશ સંસ્થા ૧૬૦ દેશોમાં કાર્યરત છે અને તે ૧૬,૦૦૦ થી વધુ પ્રમાણિત સ્વયંસેવક પ્રશિક્ષકોની વૈશ્વિક ટીમ દ્વારા હૃદય પર આધારિત ધ્યાન પદ્ધતિની નિઃશુલ્ક સેવાઓ સમગ્ર વિશ્વમાં આપે છે.
કમલેશ પટેલ જેઓને ઘણાં દાજીના ઉપનામથી ઓળખે છે તેઓનો જન્મ ઈ.સ. ૧૯૫૬ માં ગુજરાત, ભારતમાં થયો હતો. હાર્ટફૂલનેશ ધ્યાન સાથેની તેમની પોતાની આધ્યાત્મિક સફર અમદાવાદમાં જ્યારે તેઓ ફાર્મસીના વિદ્યાર્થી હતા ત્યારે જ શરૃ થઈ હતી. અને ત્યારબાદ યુએસએ સ્થળાંતર કર્યા પછી તેમણે પોતાના પરિવારનો ઉછેર કર્યો અને સાથે તેઓએ પોતાના વ્યવસાયમાં ન્યુ યોર્ક સિટીમાં એક સફળ ફાર્મસી ચેન બનાવી. ૨૦૧૧ માં તેમને એક સદી જૂની હાર્ટફૂલનેશ ધ્યાન પદ્ધતિના ચોથા આધ્યાત્મિક ગુરુના વંશ તરીકે જાહેર કરવામાં આવ્યા.
જામનગર કેન્દ્ર
જામનગરમાં હાર્ટફૂલનેશ ઈન્સ્ટિટ્યુટ શ્રી રામચંદ્ર મિશનનું કેન્દ્ર ૧૯૯૧ થી ચાલે છે અને ૧૯૯૧ થી અત્યાર સુધીમાં જામનગર તથા દ્વારકા વગેરે જેવા વિસ્તારોના હજારો લોકોએ આ સંસ્થાનો ફાયદો મેળવી તદ્દન નિઃશુલ્ક રીતે ધ્યાન મુદ્રા, યોગ, સરળ જીવનશૈલી જૈવિક ખેતી જેવી અનેક બાબતો શીખવે છે. જામનગરમાં આ સંસ્થાના ૧૫ કરતા વધુ અધિકૃત ટ્રેનર્સ છે જેઓ પોતાના વ્યવસાયિક તથા ધંધાકીય કામો પૂર્ણ કરતા કરતા કોઈપણ જ્ઞાતિ જાતિ કે ધર્મના લોકોને નિઃશુલ્ક રીતે આધ્યાત્મ, ધ્યાન, મુદ્રા વગેરે જ્ઞાન આપે છે અને તેનંુ વ્યાવહારિક પાલન કરતાં અનુભવ કરાવે છે. તાજેતરમાં આ સંસ્થાના સ્વયંંસેવકો દ્વારા જામનગરમાં ચાર સ્કૂલોના વિદ્યાર્થીઓને યોગ-ધ્યાન અને એકાગ્રતાની તાલીમ નિઃશુલ્ક રીતે અપાઈ રહી છે અને જામનગર ચેમ્બર ઓફ કોમર્સ સાથે મળીને ચેમ્બર સંલગ્ન એવા ૧૩૦૦ થી વધુ લોકોને અલગ અલગ વિષયો પર તાલીમો અપાઈ છે.
હાર્ટફૂલનેશ ઈન્સ્ટિટ્યુટ દ્વારા પર્યાવરણની રક્ષા માટે ફોરેસ્ટસ્ બાય હાર્ટફૂલનેશના નામથી સમગ્ર ભારતમાં હજારો એકર જગ્યાઓમાં ફોરેસ્ટ, ગ્રીન બેલ્ટ અને બગીચાઓ બનાવવાની કાર્યવાહીઓ ચાલી રહી છે જે અંતર્ગત જામનગર મહાનગર પાલિકાની માલિકીના કુલ ત્રણ પ્લોટમાં આ સંસ્થા પચાસ હજાર કરતા વધુ વૃક્ષોનું વાવેતર તથા નિભાવ કરવા બંધાયેલ છે જે અંતર્ગત સંપૂર્ણ વૈજ્ઞાનિક પરંતુ ઓર્ગેનિક પદ્ધતિથી સંસ્થાઓ પ્રથમ ચરણ ૫૬૦૦ થી વધુ વૃક્ષો વાવીને પૂર્ણ કરેલ છે. અન્નપૂર્ણા મંદિરની બાજુમાં આવેલ મહાનગરપાલિકાનો પ્લોટમાં આ કાર્યવાહી તાદશ્ય છે અને જેનો પ્રભાવ સમગ્ર વિસ્તારના રહેવાસીઓ તથા પર્યાવરણ ઉપર પડેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial