Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓઈલ સ્પ્લીટ સહિતની દુર્ઘટનાઓને લઈને યોજાયેલી આ મોકડ્રીલમાં સર્જાયા રોમાંચક દૃશ્યોઃ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે કચ્છના અખાત (દરિયા)માં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા આજે ઓઈલ સ્પ્લીટ અને અન્ય અકસ્માતો સંદર્ભમાં એરફોર્સ, સરકારી એજન્સીઓ, ખાનગી ઓઈલ કંપનીઓ, અન્ય સ્ટેક હોલ્ડરો તથા વિદેશી કંપનીઓના પ્રતિનિધિઓના સંયુક્ત ઉપક્રમે દિલ ધડક "મોકડ્રીલ" એકસરસાઈઝ યોજાઈ હતી. નેશનલ ઓઈલ સ્પ્લીટ ડીઝાસ્ટર કન્ટીજન્સી પ્લાન તથા નેશનલ પોલ્યુશન રિસ્પોન્સ એકસરસાઈઝના બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત વાડીનાર પાસેના દરિયામાં યોજાયેલ કાર્યક્રમમાં વિદેશી ઓઈલ કંપનીઓના પચ્ચીસ જેટલા ડેલીગેટ્સ, નયારા, રિલાયન્સ, આઈઓસીએલ અદાણી વગેરેના પ્રતિનિધિઓ, રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતાં. આજે થયેલા મોકડ્રીલ એકસરસાઈઝના કાર્યક્રમમાં દરિયામાં સ્વર્ણ કળશ નામના ઓઈલ ટેન્કર સાથે એક અન્ય બોટ ટકરાઈ હતી. જેથી ટેન્કરમા ૩ થી ૪ ફૂટનું ગાબડું પડ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ દરિયામાં કુદેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં હેલીકોપ્ટર તથા એરફોર્સના ડોર્નીયર (નાના વિમાન)ની મદદથી રાફર નાંખીને બચાવ કામગીરી કરાઈ હતી. આ ઉપરાંત ઓઈલ ટેન્કર કે બોટમાં આગ લાગી હોય તો તેને તરત જ ઠારવાની કામગીરી પણ કરવામાં આવી હતી. આ એકસરસાઈઝમાં સૌથી મહત્ત્વપૂર્ણ કામગીરી દરિયામાં થયેલા ઓઈલ સ્પ્લીટ ને રોકવા માટે કરવામાં આવી હતી. જેના માટે ઘટના સ્થળની આજુબાજુ દરિયામાં ચારે તરફથી બૂમનો ઘેરાવ કરી દેવાયો હતો અને દરિયામાં ફેલાયેલા ઓઈલની સફાઈ કરવામાં આવી હતી અને તેનું પ્રદુષણ વધુ ફેલાતું અટકાવી દેવામાં આવ્યું હતું. ઈન્ડીયન કોસ્ટ ગાર્ડના ડાયરેકટર જનલર રાકેશ પાલ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સહિત આ કામગીરીમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial