Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭૪ આસામીઓ સામે એફ.આઈ.આર.ઃ ર,૮પ,૦૦૦ નો દંડઃ
જામનગર તા. રપઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા રઝળતા ઢોર પકડવાની ઝુંબેશ ચલાવાઈ રહી છે. આજ સુધીમાં ૧૦૦૦ થી વધુ ઢોર પકડાયા છે અને જાહેર માર્ગ ઉપર ઢોર છોડવા અને ઘાસચારો વેંચવા અંગે ૭૪ આસામીઓ સામે ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણરૃપ રખડતા-ભટકતા ઢોરનો ત્રાસ દૂર કરવા તા. ર૭-૧૦-ર૦ર૩ થી સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ઢોર પકડવા માટે ચાર ટીમની રચના કરી પોલીસ બંદોબસ્ત સાથે બે શિફ્ટમાં બે ટીમો દ્વારા કામગીરી કરવામાં આવે છે.
આ દરમિયાન તા. ર૭-૧-ર૦ર૩ થી આજ સુધીમાં ૧૦૦૭ જેટલા ઢોરને પકડવામાં આવ્યા છે, જ્યારે ચાલુ વર્ષમાં કુલ ૪૦પર જેટલા ઢોરને પકડવામાં આવ્યા છે તથા ર૦૦૦ ઢોરને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે. ૬૮૦ ઢોરને ટેગીંગ કરવામાં આવ્યા છે અને તા. ર૭-૧૦-ર૦ર૩ થી આજ સુધીમાં ઢોર માલિકો પાસેથી રૃા. ર,૮પ,૦૦૦ ની દંડની વસૂલાત કરવામાં આવી છે.
આગામી સમયમાં ઢોર પકડવાની કામગીરી વધુ સઘન બનાવવામાં આવનાર છે. આથી જાહેર માર્ગ ઉપર ઢોર નહીં છોડવા મહાનગરપાલિકાએ ઢોર માલિકોને અપીલ કરી છે. જાહેર માર્ગે ઢોર છોડવા અને ઘાસચારો વેંચાણ કરવા સબબ ૭૪ એફ.આઈ.આર. કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial