Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્મદિવસની પ્રેરણાત્મક ઉજવણીઃ
જામનગર તા. ર૫ઃ કેન્સર કેર કાઉન્સિલ-જામનગર અને ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને કેન્સરના જરૃરિયાતમંદ દર્દીઓને દાતાઓના સહયોગથી રાશનની કીટનું વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત કેન્સર કેર કાઉન્સિલના સભ્ય અને દાતા નૃપાબેન મકવાણાએ રર રાશન કીટ તથા કેન્સર અવેરનેશ અને કેન્સરની દવા આપીને જન્મદિવસ તથા નૂતન વર્ષની ઉજવણી કરી હતી. જામનગરની જેલની સામે આવેલ ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રાશનકીટ વિતરણના કાર્યક્રમના જામનગરના જાણીતા ઉદ્યોગપતિ આર.કે. શાહ, શાહ મેડિકલ ફાઉન્ડેશન પ્રમુખ વેલજીભાઈ મોકરભાઈ શાહ, ન્યુ પાયલ ટ્રાવેલ્સવાળા દેવુભાઈ કરશનભાઈ ગોજિયા, હાલારી વિશા ઓશવાળ સમાજના રિતેશભાઈ ધનાણી, કેન્સર કેર કાઉન્સિલના ઉપપ્રમુખ હસમુખભાઈ ધોળકિયા, પૂર્વ હોમ ગાર્ડ કમાન્ડર સુરેશભાઈ ભીંડી, ભારતીબેન વાઘેલા, મુસ્કાનબેન મકવાણા, અર્પિતભાઈ ધોળકિયા, ઓશવાળ વેલફેર ચેરીટ્બલ ટ્રસ્ટના ટ્રસ્ટી કીર્તિભાઈ દોડિયા દ્વારા દીપ પ્રાગત્ય કરવામાં આવ્યું હતું. ડાયસ પર બેસેલા દરેક મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાશન કીટ વિતરણ, કેન્સર અવેરનેશ તથા કેન્સર પીડિત દર્દીઓને દવા વિતરણ તથા મિઠાઈ વિતરણના કાર્યક્રમમાં દાતા નૃપાબેન મકવાણા તથા તેમનો પરિવાર હાજર રહીને જરૃરિય્મતંદની વહારે આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેન્સર કેર કાઉન્સિલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકિયા અને પ્રોજેક્ટ ચેરમેન નૃપાબેન મકવાણા, પ્રોજેક્ટ ડાયરેક્ટર અર્પિતભાઈ ધોળકિયાએ કર્યું હતું. કાર્યક્રમના અંતમાં સૌએ દાતા નૃપાબેન મકવાણાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ આખા વર્ષ દરમિયાન દાતા શ્રી નૃપાબેન મકવાણા દ્વારા વિવિધ જગ્યાએ ૧૦પ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial