Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય બે મોબાઈલની તફડંચીની પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા.૧૮ ઃ જામનગરના મુરલીધરનગર પાસે એક મહિલાના હાથમાંથી ગુરૃવારે રાત્રે એક બાઈકચાલક રૃા.૧૫ હજારનો મોબાઈલ ઝૂંટવી નાસી ગયો હતો. જ્યારે નાગનાથ નાકા પાસે ગુજરી બજારમાંથી બે મહિના પહેલા એક મહિલાનો અને ત્રણ મહિના પહેલા મેઘપરની બજારમાંથી અન્ય એક આસામીનો મોબાઈલ ચોરાઈ ગયાની ગઈકાલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના ગોકુલનગર નજીકના મુરલીધરનગરની શેરી નં.૧૧માં રહેતા ધર્મેન્દ્રભાઈ લાલજીભાઈ પરમાર અને તેમના પત્ની ગુરૃવારે રાત્રે સાડા આઠેક વાગ્યે પોતાના ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા. આ દંપતી જ્યારે ત્યાં આવેલી કુદરત રેસીડેન્સી નજીક પહોંચ્યું ત્યારે અચાનક જ પાછળથી એક બાઈક પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું તેમાં રહેલા શખ્સે ધર્મેન્દ્રભાઈના પત્નીના હાથમાં રહેલો રેડમી કંપનીનો રૃા.૧૫ હજારની કિંમતનો મોબાઈલ ઝંૂટવ્યો હતો. તે પછી બાઈક ચલાવી રહેલા શખ્સે બાઈક ભગાડી મૂક્યું હતું. કાળુ પેન્ટ અને લાલ ટી-શર્ટ ધારણ કરેલા આ શખ્સ સામે ધર્મેન્દ્રભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલા રાજનગરમાં રહેતા અંજલીબેન મુકેશભાઈ પાઠક નામના મહિલા ગઈ તા.૨૫ ડિસેમ્બરની બપોરે અન્ય એક મહિલા સાથે નાગનાથ નાકા પાસે ભરાતી રવિવારી બજારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા. આ વેળાએ તેઓના પર્સમાંથી રીયલમી કંપનીનો રૃા.૧પ હજારનો મોબાઈલ કોઈ શખ્સે સેરવી લીધો હતો.
ગિર સોમનાથ જિલ્લાના આજોઠા ગામના વતની અને હાલમાં મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશીપમાં રહેતા રાજેશભાઈ ધનસુખભાઈ વઢવાણા નામના આસામી ગઈ તા.૧૩ નવેમ્બરની સાંજે મેઘપર ગામ પાસે ભરાતી બજારમાં શાકભાજી લેવા માટે આવ્યા હતા ત્યારે તેઓના પેન્ટના ખિસ્સામાંથી વન પ્લસ કંપનીનો મોબાઈલ કોઈ શખ્સે કાઢી લીધો હતો. આ બાબતની રાજેશભાઈએ ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag