Advertisement
Author: નોબત સમાચાર

સાયલા નજીક ૩.૮૦ કરોડની ૧૪૦૦ કિલો ચાંદી અને ઈમિટેશન જ્વેલરીની દિલધડક લૂંટ

પોલીસે ૧૭ જેટલી ટીમો બનાવી કરી નાકાબંધીઃ

સુરેન્દ્રનગર તા. ૧૮ઃ સુરેન્દ્રનગરના સાયલા નજીક ગાડીચાલકને આંતરી લૂંટારાઓએ અંદાજે ૧૪૦૦ કિલો ચાંદીની લૂંટ ચલાવી છે. પોલીસે ૧પ થી ૧૭ ટીમ બનાવી નાકાબંધી કરી છે.

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર સાયલા નજીક લૂંટની ઘટના સામે આવી છે. કિંમતી મુદ્દામાલ ભરેલા વાહનને આંતરી ત્રણ કારમાં આવેલા લૂંટારાઓએ અંદાજે ૧૪૦૦ કિલો ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઈજીની સૂચના મુજબ એસપીના સંુરવિઝન હેઠળ અલગ અલગ ૧પ થી ૧૭ ટીમ બનાવી નાકાબંધી કરી છે. અંદાજિત ૩.૮૦ કરોડની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવવા મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના સાયલા હાઈ-વે પર રૃા. ૩ કરોડ ૮૮ લાખની ચાંદી અને ઈમિટેશન જ્વેલરીની લૂંટની ઘટનાથી ચકચાર મચી છે. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત, એલસીબી અને એસઓજી પીઆઈ સહિત રાજકોટ રેન્જ આઈજીની ૧પ થી ૧૭ ટીમ દ્વારા નાકાબંધી કરવાની સાથે ત્રણ ગાડીમાં આવેલા લૂંટરાઓને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ લૂંટની ઘટનાથી સમગ્ર સાયલા હાઈ-વે પોલીસ-છાવણીમાં છવાઈ ગયો હતો.

આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાતે જણાવ્યું હતું કે, રસ્તા વચ્ચે ત્રણ ગાડીવાળાએ એક ફોર-વ્હીલ ગાડીચાલકને રોક્યો હતો. બે લોકો ગાડીચાલકને અજાણી જગ્યાએ લઈ ગયા હતાં. ત્યારપછ ગાડીમાં જે કુરિયરનો જ્વેલેરીનો સામાન હતો એ લઈને ફરાર થઈ ગયા હતાં. આશરે ૩ કરોડ ૮૦ લાખની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ થઈ છે. આ ચકચારી ઘટના પછી રાજકોટ રેન્જની ૧પ થી ૧૭ ટીમ દ્વારા સમગ્ર પંથકમાં નાકાબંધી કરી લૂંટારાઓને ઝબ્બે કરવાના ચક્રો અને તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

રાજકોટના રણછોડનગર શેરી નંબર ૪ મા આવેલ ન્યૂઝ એર સર્વિસ નામની પાર્સલ ઓફિસમાં પોલીસની ટીમ પહોંચી છે અને સીસી ટીવી કૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. સાથે જ અલગ અલગ હાઈ-વે પરના સીી ટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. હાઈ-વે પર પણ નાાબંધી કરવામાં આવી છે. પાર્સલ ઓફિસથી શરૃ કરી હાઈ-વે સુધી તમામ સીસી ટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. આ તપાસમાં ગાડી પાર્સલ ભરી રાત્રિના ૯-૪૦ વાગ્યે રણછોડનગરમાંથી રવાના થઈ હોવાનું સામે આવતા તે પહેલા અને પછીના સીસી ટીવી કૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh