Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્હોરાના હજીરા પાસે સ્કૂટર તથા બાઈક વચ્ચે અકસ્માતઃ
જામનગર તા.૧૮ ઃ જામનગરની સમર્પણ હોસ્પિટલ પાસે પાંચ દિવસ પહેલા મુસાફર ભરેલી એક રિક્ષા પાછળ મોટર ટકરાતા રિક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ છે. જ્યારે ગઈકાલે બપોરે વ્હોરાના હજીરા પાસે સ્કૂટર સાથે બાઈક ટકરાતા સ્કૂટરનો ચાલક ઘવાયો છે.
જામનગરના કિસાનચોક વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ ઉમેશભાઈ લખીયરના સાળા સુધીરભાઈ વિનુભાઈ કનખરા ગઈ તા.૧૨ની સવારે પોતાની જીજે-૧૦-ટીડબલ્યુ ૯૭૭૬ નંબરની ઓટો રિક્ષામાં સમર્પણ હોસ્પિટલ પાસેથી કેટલાક મુસાફરને બેસાડીને જઈ રહ્યા હતા ત્યારે જીજે-૬-સીએમ ૯૯૧૪ નંબરની સ્વીફ્ટ મોટરે રિક્ષાને પાછળથી ટક્કર મારતા સુધીરભાઈને ફ્રેક્ચર, હેમરેજ સહિતની ઈજા થઈ હતી. જ્યારે અન્ય મુસાફરો પણ ઘવાયા હતા. અકસ્માત સર્જી મોટરનો ચાલક નાસી ગયો હતો. કલ્પેશભાઈએ પોલીસમાં ફરિયાદ કરી છે.
જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં નાગેશ્વર પાર્કમાં રહેતા અજય છગનભાઈ ઢાપા ગઈકાલે બપોરે જીજે-૧૦-ડીએમ ૬૧૧૩ નંબરના સ્કૂટરમાં વ્હોરાના હજીરા પાસેથી પસાર થતા હતા ત્યારે જીજે-૧૦-બીએફ ૩૭૭૨ નંબરના બાઈકના ચાલક અફઝલે અકસ્માત સર્જયો હતો. ઈજા પામેલા અજય ઢાપાએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag