Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છકડાચાલકોને જાણે કે પોલીસના છૂપા આશિર્વાદ!
જામનગર તા.૧૮ ઃ જામનગરના જનતાફાટક પાસે ગઈકાલે છકડાચાલકે કાવા મારી પોતાના કૌશલ્યનું આગવું પ્રદર્શન કર્યું હતું પરંતુ તેના કારણે એક બાઈક ટ્રક સાથે ટકરાઈ પડતા બાઈકમાં બેસેલા મહિલાને ગંભીર ઈજા થઈ છે. આવા છકડા ચાલકો જાણે કે પોલીસની સતર્ક અને ચોકન્ની નજરમાં આવતા જ નથી!
જામનગરના માર્ગાે પર થોડા સમયથી રિક્ષા છકડાઓનું પ્રમાણ અત્યંત વધી જવા પામ્યું છે. કોઈપણ રોડ પર નજર નાખવાથી મોટાભાગે છકડા જ જોવા મળી રહ્યા છે. શહેરમાં મુસાફરોને લેવા-મૂકવા જવાની ઉતાવળમાં કેટલાક છકડાચાલકો આડેધડ ડ્રાઈવીંગ કરી અન્ય નિર્દોષ વાહન ચાલકોને અકસ્માતોનો ભોગ બનાવતા રહ્યા છે.
રોડની બરાબર વચ્ચે દોડ્યા જતા છકડાના ચાલકોની નજર મોટાભાગે રોડની સાઈડમાં ઉભેલા ગ્રાહક ઉર્ફે મુસાફર પર જ હોય છે અને ગ્રાહક જોયા પછી પાછળ કોઈ વાહન આવે કે કેમ તે જોયા વગર જ માથાભારે છકડા ચાલકો પોતાનું વાહન રોડની સાઈડમાં તારવી ગ્રાહકને ઓળવી જવાનો સફળ-નિષ્ફળ પ્રયત્ન કરતા રહે છે. જેમાં રોજે રોજ નાના મોટા અકસ્માતો થયે રાખ્યે છે. જો કે, આ બાબત ટ્રાફિક પોલીસના ધ્યાનમાં આવે છે કે નહીં ? તે બાબત તપાસનો વિષય છે.
તે દરમિયાન ગઈકાલે જામનગરના હિતેશભાઈ ગજ્જર નામના એક પ્રૌઢ કે જેઓને ડાયાલિસીસ લેવું પડે છે તેઓ ગઈકાલે સાંજે સાડા પાંચેક વાગ્યે જી.જી. હોસ્પિટલમાંથી સારવાર મેળવી પોતાના પત્ની સાથે બાઈકમાં ઘર તરફ જતાં હતા ત્યારે જનતાફાટક પાસે પોલીસની બિન રાખ્યા વગર આડેધડ કાવા મારી ડ્રાઈવીંગ કરતા છકડાચાલકોના કારણે હિતેશભાઈનું બાઈક ટ્રક સાથે ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પામેલા તેમના પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મહિલાને વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ જવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે આવા છકડા ચાલકોને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવાનો સમય પાકી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag