Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા હતા
ગાંધીનગર તા.૧૭ઃ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મૃખ્ય ન્યાયાયમૂર્તિ સોનિયાબેન ગોકાણીને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.
સોનિયાબેન ગોકાણીની ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણુંક થતા રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે તેઓના શપથ સમારોહમાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ વ્યકત કરી અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, રાજભવનમાં આયોજિત આ શપથવિધિ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના કાયદા-ન્યાય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મંચસ્થ મહાનુભાવોએ ઉચ્ચ ન્યાયમૂર્તિ કુમારી સોનિયાબેન ગોકાણીને અભિનંદન પાઠવ્યા હતા. શપથવિધિ સમારોહમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, વરિષ્ઠ અધિકારીઓ, મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag