Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીનગરમાં વિવિધ ક્ષેત્રના વ્યક્તિવિશેષો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ''જીવનયાત્રા'' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

પૂર્વ સનદી અધિકારી સ્વ. પ્રેમશંકર ભટ્ટ અને તેઓના પત્ની લલિતાબેનની સ્મૃતિમાં

ગાંધીનગર તા. ૧૮ઃ સ્વ. પ્રેમશંકર વ. ભટ્ટ પૂર્વ સનદી અધિકારી અને તેમના ધર્મપત્ની સ્વ. શ્રીમતી લલિતાબેન પ્રેમશંકર ભટ્ટની સ્મૃતિમાં 'જીવનયાત્રા' ગ્રંથનું વિમોચન ગઈકાલે ગુજરાત રાજ્યના ૫ૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, ગુજરાત સાહિત્ય એકેડેમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, પદ્મશ્રી ડો. જે.એમ. વ્યાસ કુલપતિ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, વિખ્યાત ફિલ્મ અભિનેતા પદ્મશ્રી મનોજ જોષી અને જાણીતા ગીત અને ગઝલ ગાયક મનહર ઉધાસ તેમજ વરિષ્ઠ પત્રકાર અને ગ્રુપ એડિટર નવગુજરાત ટાઈમ્સ તથા અમદાવાદ મિરર, અજય ઉમટની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આવેલ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સભાગૃહમાં યોજવામાં આવ્યો હતો.

સમારંભમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ અને અતિથિવિશેષગણ દ્વારા તેમના જીનના વિવિધ પાસાઓને, પ્રસંગોને યાદ કરીને આ પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ 'જીવનયાત્રા' માં સ્વ. પ્રેમશંકર ભટ્ટ દ્વારા લખવામાં આવેલ તેમની આત્મકથા ઉપરાંત અનેક નામાંકિત વ્યક્તિઓ દ્વારા તેમના વિષે લખવામાં આવેલ લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે તેમના જીવન પર આધારિત એક શોર્ટફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી અને વિખ્યાત ફિલ્મ, પટકથા લેખક અને કવિ શ્રી મનોજ મુંતશિર શુક્લા દ્વારા પ્રસંગને અનુરૃપ પ્રેરણાદાયી રજૂઆત કરવામાં આવેલ અને સ્વ. પ્રેમશંકર ભટ્ટ અને લલિતાબેનને યાદ કરી માતા અને પિતાની જીવનમાં ભૂમિકા અને તેનું મહત્ત્વ ખૂબ જ અસરકારક રીતે તેમની આગવી શૈલીમાં રજૂ કર્યું હતું જે શ્રોતાઓના દિલો-દિમાગ પર છવાઈ ગયા હતાં.

ગુજરાત રાજ્ય સર્વાંગી વિકાસમાં એક સનદી અધિકારી તરીકે વિવિધ વિભાગના સચિવ તરીકે અગત્યની નીતિવિષયક બાબતોમાં સ્વ. પ્રેમશંકર વ. ભટ્ટનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું છે. વિકાસ કમિશનર, પંચાયત અને ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, આરોગ્ય અને તબીબી સેવાઓ તેમજ ગૃહવિભાગ અને સહકારી વિભાગ તથા સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગ જેવી વિવિધ વિભાગોમાં સચિવપદે રહીને ગુજરાતના વિકાસમાં અને રાજ્યની પ્રજાના હિતમાં અનેક યોજનાઓના ઘડતર અને અમલમાં ખૂબ જ અસરકારક ભૂમિકા નિભાવી છે.

નિવૃત્તિ પછી સતત સક્રિય જીવન વિતાવીને રાજ્યની સામાજિક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકડાઈને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓને વેગ આપેલ છે. ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ ખૂબ જ અસરકારક ભૂમિકા તેમણે અદા કરી છે.

ગાંધનગરમાં જાગૃતિ નાગરિક પરિષદની રચના કરીને ગાંધીનગરને મ્યુનિ. કોર્પોરેશનનો દરજ્જો પ્રાપ્ત થાય તે માટે અસરકારક રજૂઆત કરીને કાનૂની લડત આપેલ અને તેમાં આવેલ ચૂકાદાને રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને ગાંધીનગરના વિકાસને ધ્યાનમાં રાખી ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની રચના કરવામાં આવી હતી.

શ્રી પ્રેમશંકરભાઈનો સાહિત્ય અને કલા પ્રત્યેનો શોખ પણ વિશેષ હતો. તેમના અભ્યાસકાળ દરમિયાન અને નિવૃત્તિ પછી તેમણે સાહિત્ય પરિષદ જેવી સંસ્થા સાથે રહીને અનેક રચનાઓ રચી અને પરિસંવાદોમાં ભાગ લઈ સાહિત્યની દુનિયામાં પણ એક મિશાલ કાયમ કરેલ છે. તેમણે આઝાદીની ચળવળ વખતે લખેલ શાર્ય ગીતો 'દિલે ઉડિયાજે સૂર' નામના કાવ્ય સંગ્રહમાં પ્રસિદ્ધિ પામેલ છે અને તેમાંથી કેટલીક કાવ્ય રચનાઓની સંગીતમય રજૂઆત મ્યુઝિક આલ્બમ દ્વારા પ્રગટ થયેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh