Advertisement
Author: નોબત સમાચાર

જીટીપીએલ-ડેન વગેરેના પ્રસારણ બંધ કરી દેવાતા ટીવી દર્શકોમાં હોબાળો

ટીવી ચેનલ કંપનીઓએ ભાવ વધારો કરતા એમએસઓ અને કેબલ ઓપરેટરોનો સખ્ત વિરોધ

જામનગર તા. ૧૮ઃ ટ્રાઈ (સરકાર) દ્વારા ટીવી ઉપર કાર્યક્રમોના પ્રસારણ અંગેના નવા ટેરીફ ઓર્ડર (કાયદા) અનુસાર ટીવી બ્રોડકાસ્ટર ચેનલ કંપનીઓએ તેમના પેકેજમાં ભવ્ય વધારો કરી દીધો છે. જેમાં સ્ટારના પેકેજમાં ૧૦ ટકા, સોની એન્ટરટેઈનમેન્ટના પેકેજમાં ૩૯ ટકા તેમજ અન્ય બ્રોડકાસ્ટર ટીવી ચેનલોએ પણ ભાવવધારો કરતા દેશભરના તમામ એપમીએસઓ (જીટીપીએલ, હેથવે, એનએક્સટી ડિજિટલ, ડેન, ફાસ્ટવે વગેરે) દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને આ સાથે જ આ ઓપરેટરોએ તેમના ટીવી પ્રસારણ બંધ કરી દેવાનો નિર્ણય જાહેર કર્યો છે. જામનગરમાં જીટીપીએલ કેબલ ઓપરેટર દ્વારા ટીવી ઉપર આ ચેનલોનું પ્રસારણ બંધ કરી દેવામાં આવતા દર્શકોમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. કેબલ ઓપરેટરોએ તેમના ગ્રાહકોને સહકાર આપવા અને ભાવ વધારા સામેની લડતમાં સહયોગ આપવા અપીલ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh