Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આત્મજ્ઞાની પૂ. દિપકભાઈના સાનિધ્યમાં
જામનગર તા. ૧૮ઃ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન અને ત્યારપછી આત્મજ્ઞાની પૂજ્ય નીરૃમા એકમેવ જગત કલ્યાણની ભાવનાને સાકાર કરવા દેશ-વિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુઓને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતા હતાં.
એમના જ આશીર્વાદ પ્રાપ્ત આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં પોતાના સાચા સ્વરૃપની ઓળખાણ થકી જીવનના સુખ અને દુઃખમાંથી કાયમી મુક્તિનો અનુભવ કરાવતો સત્સંગ અને જ્ઞાનવિધિનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
પૂજ્ય દીપકભાઈ સાથે જીવનમાં મુંઝવતા અને આધ્યાત્મિકમાં મુંઝવતા પ્રશ્નોનું સમાધાન મેળવી શકાશે. તારીખ ર૦ અને રર ના સાંજના ૭ થી ૧૦ વાગ્યા સુધી પ્રશ્નોત્તરી સત્સંગનો કાર્યક્રમ યોજાશે. તારીખ ર૧ સાંજે ૬-૩૦ થી ૧૦ વાગ્યા સુધી જ્ઞાનવિધિ કાર્યક્રમ પ્રદર્શન મેદાનમાં યોજાશે.
જ્ઞાનવિધિ એ આત્મ સાક્ષાત્કાર માટેનો બે કલાકનો અદ્ભુત વૈજ્ઞાનિક પ્રયોગ છે. જેમાં સંસાર વ્યવહારની ફરજો બજાવવા છતાંએક પણ ચિંતા કે દુઃખ સ્પર્શે નહીં તે રીતે જીવન જીવવાની ઉમદા સમજણ પ્રદાન થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag