Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓમ્ બમ્ બમ્ ભોલે.. મહાશિવરાત્રિની ઉજવણી સાથે બદલાઈ રહ્યો છે માહોલઃ
જામનગર તા. ૧૮ઃ આજે મહાશિવરાત્રિની ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવણી થઈ રહી છે અને અત્ર-તત્ર-સર્વત્ર ઓમ્ બમ્... બમ્... ભોલે અને હર હર મહાદેવના નાદ્ સંભળાઈ રહ્યા છે. જામનગર સહિત સમગ્ર હાલારમાં શિવભક્તિનો જાણે કે મહાસાગર ઘૂઘવી રહ્યો છે અને દ્વારકાના ભડકેશ્વર અને નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ ભક્તજનોનો પ્રવાહ વધી રહ્યો છે. આજે મહાશિવરાત્રિના પર્વે એકતરફ ભક્તિનો માહોલ છે, તો બીજી તરફ બેવડી ઋતુની અનુભૂતિ પણ થઈ રહી છે.
મહાશિવરાત્રિની ઉજવણીની સાથે સાથે સાર્વત્રિક માહોલ બદલાઈ રહ્યો હોય તેમ જણાય છે. સવારે શિયાળો અને બપોરે બળબળતો ઉનાળો હોય તેવી બેવડી ઋતુની અનુભૂતિ થઈ રહી છે અને અભૂતપૂર્વ ગરમીના કારણે બપોરે દઝાડનારી ગરમી પડી રહી છે. ગુજરાતમાં શિયાળામાં ગરમીના રેકોર્ડ તૂટી રહ્યા છે, અને કેટલાક વિસ્તારોમાં ૪૦ ડીગ્રી સુધી મહત્તમ તાપમાન વધી જતાં બપોરે મે-જૂન જેવી ગરમી પડી રહી છે. આ વર્ષે અધિક મહિનો આવી રહ્યો હોવાથી આ ઋતુપરિવર્તન અથવા ક્લાઈમેટ ચેઈન્જને ઘણાં લોકો તેની સાથે જોડી રહ્યા છે, તો વૈજ્ઞાનિકો તથા પર્યાવરણપ્રેમીઓ ક્લાઈમેટ ચેઈન્જ અને ગ્લોબલ વોર્મીંગને વૈશ્વિક સમસ્યા ગણાવીને તેને ગ્રીન ગેસથી ઉત્સર્જન અને વિકાસની આંધળી દોટનું પરિણામ ગણાવી રહ્યા છે.
બેવડી ઋતુના કારણે બીમારીઓ વધી રહી છે અને ઘેર-ઘેર માંદગીના ખાટલાની સ્થિતિ ઊભી થવા લાગી છે. જામનગર સહિત રાજ્યભરમાં બીમારીનો પ્રકોપ વધી રહ્યો છે, જ્યારે પંચાયત-પાલિકાથી માંડીને પાર્લામેન્ટ અને સંસ્થાઓથી લઈને સરકારો સુધીની તમામ સિસ્ટમ અત્યારે બજેટમાં વ્યસ્ત છે, અને વિપક્ષો પણ તેમાં જોડાયેલા છે. આમ ઋતુગત્ માહોલ બદલાઈ રહ્યો છે જની સીધી અસર જનજીવન અને જાહેર આરોગ્ય પર થઈ રહી છે.
મહા શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ જ શિવસેનાને લઈને આવેલા સમાચારોએ પણ મહારાષ્ટ્ર સહિત દેશમાં બદલાઈ રહેલા રાજકીય માહોલના સંકેતો આપ્યા છે. એક તરફ સુપ્રિમ કોર્ટે તો ઉદ્ધવ ઠાકરે જુથની અરજી મુજબ સાત જજોની મોટી બંધારણીય બેન્ચને મહારાષ્ટ્રનો કેસ મોકલવાની માંગણી ફગાવી દીધી છે, તો બીજી તરફ કેન્દ્રિય ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી નિશાન (ધનૂષ-બાણ) અને નામ (શિવસેના) એકનાથ શિંદેને ફાળવી દેતા હવે શિવસેના વિધિવત્ રીતે એકનાથ શિંદેની થઈ જતા ઉદ્ધવ ઠાકરેએ ઉચાટ વ્યક્ત કર્યો છે, અને આ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં જવાની જાહેરાત કરી છે, તો સંજય રાઉતે ચૂંટણી પંચના આ નિર્ણય પછી આક્ષેપો કર્યા અને કહ્યું કે, કાંઈ વાંધો નહિં. અમે નવા નિશાન સાથે પ્રજા વચ્ચે જઈશું અને અંતિમ ફેંસલો રાજ્યની જનતા જ કરશે!
બીજી તરફ અસદુદીન ઓવૈસીએ ભિવંડીમાં બનેલી ઘટનાને લઈને હરિયાણા અને રાજસ્થાન સરકાર પર પ્રહારો કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું, તેથી બદલાયેલા માહોલ વચ્ચે ક્યાંક રૃદ્રાક્ષ મેળામાં થયેલી અવ્યવસ્થા તો ક્યાંક ભાગદોડના અહેવાલો ચિંતા જગાવી રહ્યા છે. મહાશિવરાત્રિના આ પાવન પર્વે ભોલેનાથને પ્રાર્થના કરીએ કે સૌને સદ્બુદ્ધિ આપે અને સાર્વત્રિક શાંતિ, સમૃદ્ધિ અને સૌજન્યતા વ્યાપે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag