Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૧ લાખ પડાવી લઈ બતાવ્યો ઠેંગોઃ
જામનગર તા.૧૮ ઃ ખંભાળિયાના ભરાણા ગામના એક લગ્નવાચ્છુ યુવાનને જામનગરના એક શખ્સે નાગપુરની યુવતી સાથે લગ્ન કરાવી આપવાની લાલચ બતાવી રૃા.૧ લાખની છેતરપિંડી કરતા બંને સામે પોલીસે પૂર્વયોજિત કાવતરૃ, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના ભરાણા ગામમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા ધવલ ઉમેદભાઈ જોષી નામના ત્રેવીસ વર્ષના વિપ્ર યુવાનને લગ્ન કરવાના બાકી હતા. તે માટે ધવલે પ્રયત્નો કર્યા હતા.
તે દરમિયાન જામનગરની ભાગોળે આવેલી સમર્પણ હોસ્પિટલ નજીકના અંધાશ્રમ સામેના આવાસમાં બ્લોક નં.૫૨/૧૭૭માં રહેતા અને લગ્ન કરાવી આપવાનું કામ કરતા વિમલ તેજપાલ દામા ઉર્ફે રાજુનો સંપર્ક થયો હતો. આ શખ્સે ધવલને લગ્ન કરાવી આપશે તેમ કહી યુવતીઓ બતાવવાનું શરૃ કર્યું હતું.
તે પછી વિમલ દામાએ મહારાષ્ટ્ર રાજ્યના નાગપુરમાં હનુમાનનગરમાં રહેતી રાધા સુભાષભાઈ રાઘવ (ઉ.વ.રર) નામની યુવતીનો પરિચય કરાવ્યો હતો. તે યુવતી ગમતા ધવલે આગળ વાત કરી હતી અને વિમલે લગ્ન કરાવી જ આપશે તેમ કહ્યું હતું.
તે દરમિયાન આ યુવતી સાથે ધવલના લગ્ન માટે રૃા.૧ લાખ આપવાના થશે તેમ કહી વિમલ દામાએ તે રકમ મેળવી લીધી હતી અને તે પછી દેખાવ પૂરતો લગ્ન અંગેનો કરાર કરાવ્યો હતો. તે પછી લગ્ન અંગે વિશ્વાસઘાત કરાતા ધવલ જોષીએ વિમલ તથા લગ્ન કરનાર યુવતી રાધા રાઘવ સામે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૧૨૦ (બી), ૪૦૬, ૪૨૦ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag