Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રથમ ક્રમે ભાવનગર, દ્વિતીય ક્રમે કચ્છની ટીમો વિજેતા
જામનગર તા. ૨૧: જામનગરમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની બહેનોની બાસ્કેટ સ્પર્ધા યોજાઈ હતી. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી કુલ ૧૪ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે ભાવનગર શહેર અને દ્વિતીય ક્રમે કચ્છ જિલ્લાની ટીમો વિજેતા થતા રાજ્યકક્ષાએ ભાગ લેશે.
રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત ઝોનકક્ષા (સૌરાષ્ટ્ર ઝોન)ની બાસ્કેટબોલ અન્ડર ૧૪ વયજૂથની બહેનોની સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ સ્પર્ધાનું આયોજન તા.૧૫ થી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન બાસ્કેટબોલ કોર્ટ,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા પંચાયતની સામે જિલ્લા રમત ગમત અધિકારી જામનગર શહેર દ્વારા કરવામાં આવ્યુ હતું.
આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનમાં આવતા જુદા-જુદા જિલ્લાઓની વિજેતા કુલ ૧૪ બહેનોની ટીમો એમ કુલ ૧૬૮ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પ્રથમ ક્રમે ભાવનગર શહેરની અને દ્વિતીય ક્રમે કચ્છ જિલ્લાની ટીમ વિજેતા થઈ હતી. જેઓ રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી જામનગરની યાદીમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial