Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયલમાં ત્રણ બસોમાં બોમ્બ વિસ્ફોટથી ગભરાટ

દેશભરમાં બસ-રેલવે વ્યવહાર અટકાવી દેવાયોઃ તપાસનો ધમધમાટ

તેલઅવીવ તા. ૨૧: બસોમાં સીરિયલ બોંબ ધડાકાથી ઈઝરાયલ, ધણધણી ઉઠયું છે. તંત્રે ત્રાસવાદી હુમલો થયાનો દાવો કર્યો છે. એક પછી એક ત્રણ ધડાકા થયા છે, જો કે કોઈ જાનહાની નથી. દેશભરમાં બસો-ટ્રેનો-લાઈટ રેલવે ટ્રેન સેવાઓ તત્કાલ અટકાવી દેવાઈ છે. તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

ગઇકાલે સાંજે ઇઝરાયલમાં એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા. ઇઝરાયલી પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે મધ્ય શહેર બાટ યામમાં ત્રણ બસોમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. તેમણે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.

જો કે, સ્થાનિક કક્ષાએ ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન, સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે આ હુમલા માટે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથોને દોષી ઠેરવ્યા છે, જ્યારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સુરક્ષા બેઠક યોજવાના છે. આ હુમલા એવા સમયે થયા જ્યારે હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે બંધકોની આપ-લે થઈ રહી હતી.

પ્રાપ્ત થતી વિસ્તૃત વિગતો મુજબ ઇઝરાયલના મધ્ય શહેર બાટ યામમાં એક પછી એક અનેક બસોમાં વિસ્ફોટ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. પોલીસે તેને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બે અન્ય બસોમાંથી વધારાના વિસ્ફોટકો મળી આવ્યા છે. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. આ હુમલા પછી દેશભરમાં બસો-ટ્રેનો-લાઇટ ટ્રેન સેવા અટકાવી દેવાઇ છે. 'પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે તે એક શંકાસ્પદ આતંકવાદી હુમલો હોય તેવું લાગે છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે હમાસે ગાઝામાંથી ચાર ઇઝરાયલી બંધકોના મૃતદેહ પરત કર્યા હતાં.

આ વિસ્ફોટોએ ૨૦૦૦ ના દાયકામાં પેલેસ્ટિનિયન બળવાની યાદો તાજી કરી દીધી છે. તાજેતરના સમયમાં આવી ઘટનાઓ દુર્લભ બની ગઈ છે. ચેનલ ૧૩ ટીવી અનુસાર, પોલીસ પ્રવક્તા એસી અહારોનીએ જણાવ્યું હતું કે બે અન્ય બસોમાંથી પણ વિસ્ફોટકો મળી આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પાંચેય બોમ્બમાં સમાનતા હતી, જેમાં સમય ઉપકરણોનો પણ સમાવેશ થાય છે. બોમ્બ ડિસ્પોઝલ ટીમો વિસ્ફોટકોને નિષ્ક્રિય કરી રહી હતી. ઇઝરાયલમાં બસો અને ટ્રેનોની વ્યાપક તપાસ કર્યા પછી બોમ્બ ડિસ્પોઝલ ટીમોએ તેમનું કાર્ય પૂર્ણ કર્યું. પોલીસ દળો બાટ યામમાં શંકાસ્પદોની શોધમાં તપાસ કરી રહૃાા છે.

 પોલીસ પ્રવક્તા હૈમ સરગ્રોફે ઇઝરાયલી ટીવીને જણાવ્યું હતું કે એક જ વ્યક્તિએ અનેક બસોમાં વિસ્ફોટકો લગાવ્યા હતા કે અનેક ગુનેગારો તેમાં સામેલ હતા તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે.

બેટ યામના મેયર ત્ઝિવકા બ્રોટએ જણાવ્યું હતું કે સદભાગ્યે કોઈને ઈજા થઈ નથી કારણ કે બસો ખાલી હતી અને પાર્કિંગમાં પાર્ક કરેલી હતી. તેમણે કહૃાું કે બોમ્બ ડિસ્પોઝલ ટીમો હોલોનમાં બીજા વિસ્ફોટક ઉપકરણ પર કામ કરી રહી છે. સરગ્રોફે વિસ્ફોટકો અને પશ્ચિમ કાંઠામાં મળેલા વિસ્ફોટકો વચ્ચે સમાનતા સ્વીકારી પરંતુ કોઈ વધારાની વિગતો આપી નહીં.

ઉલ્લેખનિય છે કે, હમાસ દ્વારા ૭ ઓક્ટોબરના હુમલા પછી ઇઝરાયેલી દળોએ પશ્ચિમ કાંઠે શંકાસ્પદ પેલેસ્ટિનિયન આતંકવાદીઓ સામે વારંવાર કાર્યવાહી હાથ ધરી છે અને કબજા હેઠળના પ્રદેશોમાંથી પેલેસ્ટિનિયનોના પ્રવેશ પર કડક પ્રતિબંધો લાદ્યા છે. ૧૯ જાન્યુઆરીથી ગાઝામાં યુદ્ધવિરામ બાદ, ઇઝરાયલે પશ્ચિમ કાંઠે પેલેસ્ટિનિયન આતંકવાદીઓ સામે લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે.

બીજી તરફ મધ્ય ઇઝરાયલમાં બસો પર થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સુરક્ષા બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. નેતન્યાહૂને તેમના લશ્કરી સચિવ તરફથી આ વિસ્ફોટો વિશે સતત અપડેટ્સ મળી રહયા હોવાના મીડિયા અહેવાલો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh