Advertisement
Author: નોબત સમાચાર

મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વેંચવાનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ

રાજકોટની હોસ્પિટલના સીસીટીવી વીડિયો વાયરલની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટઃ

અમદાવાદ તા. ૨૧: અમદાવાદ સાયબર અને ક્રાઈમ બ્રાન્ચી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ વેચવાનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપી પાડ્યું હતું. મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો મોટો ખુલાસો થતા સનસનાટી મચી ગઈ છે. આ અંગે ત્રણ શખ્સોને દબાોચી લઈને તપાસ થઈ રહી છે. આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોવાનું બહાર આવ્યું છે.

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના વીડિયો વાયરલ થવાના મામલે શરૂ કરવામાં આવેલી તપાસ આંતરરાષ્ટ્રીય કૌભાંડની દિશામાં જઇ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને ઝડપી પાડી તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે આ ત્રણેય નરાધમોએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વેચ્યા હતા અને આરોપીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા ચેનલ પર અપલોડ પણ કર્યા છે.

હજુ તપાસનો દોર ચાલી રહૃાો છે, જેમાં મોટા ઘટસ્ફોટ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે આજે આ ત્રણેય આરોપીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરશે. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી મળી આવેલા ગેઝેટ્સની તપાસ કરતા ૮૦ જેટલી હોસ્પિટલોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જ્યારે આ ગુનાની ગંભીરતાને ઘ્યાનમાં  રાખીને આ કેસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૬ (એફ) ૨નો ઉમેરો કરવામાં આવ્યો છે.

રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ  યુ ટ્યુબ પર પોસ્ટ  કરવાની સાથે ટેલીગ્રામ ચેનલ દ્વારા દેશની અલગ અલગ હોસ્પિટલોના સીસીટીવી ફૂટેજ વેચાણ કરવાના કૌભાંડમાં મહારાષ્ટ્રથી ઝડપાયેલા પ્રજવલ તૈલી, પ્રજ પાટીલ અને ચંદ્ર પ્રકાશ નામના યુવકોની પુછપરછ અને તેમની પાસેથી મળી આવેલા મોબાઇલ ફોન,  હાર્ડ ડીસ્ક અને અન્ય ગેટેઝ્સની તપાસ કરતા પોલીસને ૮૦થી વઘુ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા.

જ્યારે દેેશના અન્ય શહેરોના શોપિંગ મોલ, જાહેર સ્થળોના સીસીટીવી પણ મળી આવ્યા છે. પોલીસને આરોપીઓ પાસેથી અનેક નાણાંકીય વ્યવહારના પુરાવા પણ મળી આવ્યા છે. સાથે-સાથે પોલીસને રોમાનીયા અને એટલાન્ટાની આઇપી એડ્રેસ પણ મળી આવ્યા છે. ત્યારે ક્રાઇમબ્રાંચ અને સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમ બનાવીને તમામ પાસાઓને ઘ્યાનમાં રાખીને તપાસ શરૂ કરાઇ છે. સાથેસાથે અન્ય રાજ્યની પોલીસ સાથે સંકલન કરવામાં આવી રહૃાું છે. જેના આધારે પોલીસને મહત્ત્વની કડી મળી શકે છે.

બીજી તરફ આ ગુનાની ગંભીરતાને ઘ્યાનમાં રાખીને રાજ્યના ગૃહવિભાગે આ કેસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૬(એફ)૨ ની કલમ પણ ઉમેરી છે. જે સાયબર ટેરરીઝમની કેટેગરીમાં આવે છે અને તેમાં આજીવન કેદની સજાની જોગવાઇ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલોના દૃશ્યો વેંચવાનુ આ રેકેટ એક વર્ષથી ચાલતું હતું, જેમાં અનેક સ્ત્રીઓના વીડિયો આ લોકોને વેચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રનો પ્રજ્વલ તૈલી મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. આઠ મહિનામાં આરોપી લાખો રૂપિયા કમાયો હતો. આરોપી આ વીડિયોને ૮૦૦ રૂપિયાથી લઈને ૨૦૦૦ રૂપિયા સુધીમાં વેચતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

સૂત્રો મુજબ પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ વીડિયો અને ફોટા ઓનલાઈન વેચતો હતો. આરોપીની ટેલિગ્રામ ચેનલમાં ૧૦૦ થી વધુ સબસ્ક્રાઈબર છે. હોસ્પિટલ ઉપરાંત થિયેટર, મોલ સહિતના વીડિયો મળી આવ્યા છે. પાયલ હોસ્પિટલના ડેટા હેક કરાયા હતા. પોલીસ પાસે અનેક જાણકારી સામે આવી છે.  પ્રથમ થિયરી મુજબ પાયલ હોસ્પિટલ સીસીટીવી ફૂટેજ હેકરે કેવી રીતે હેક કર્યા અંગેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. બીજી થિયરીમાં ત્રણ આરોપી પાસે વીડિયો કયાંથી અને કેવી રીતે આવ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પાયલ હોસ્પિટલના સીસીટીવી વર્ષ ૨૦૨૪માં ફેબ્રુઆરી-માર્ચ માસમાં હેક થયા હતા. હોસ્પિટલમાં દર્દી દ્વારા સારવાર સમયે આક્ષેપ થતા સીસીટીવી લગાડવામાં આવ્યા હતા.

આ મામલે વિધાનસભામાં ચર્ચા દરયિમાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહિલા આઈપીએસને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે રાજ્યની મહિલા આઈપીએસ દ્વારા ૩૦૦૦ કિમીથી દૂરથી આરોપીઓ પકડી લેવામાં લાવ્યા છે. સાયબર ટેરરિઝમ પર રોક લગાવનારી પહેલી મહિલા આઇપીએસ લવિના સિન્હા છે. મહિલા આઈપીએસને અભિનંદન આપું છું. પોલીસની ભરતી પ્રક્રિયા પણ એક મહિલા આઇપીએસ નીરજા ગોત્રુ કરે છે. હાલની મહિલા પોલીસની સંખ્યા ડબલ કરીશું. ગુજરાતમાં મહિલા આઈપીએસ ૩૪ છે, ૨૨ નવા અને ૮ સીધી ભરતીથી આઈએએસ મળશે.

સીસીટીવી વેચવાના કૌભાંડ મામલે જેસીપી શરદ સિંઘલ દ્વારા પ્રેસ-કોન્ફરન્સ યોજવામાં આવી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ ક્રાઇમ દ્વારા મહત્ત્વની મદદ મળી છે. ૩ મહિનાના સીસીટીવી આઈપી ચેક કરવામાં આવ્યા છે. આ ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરથી ઓપરેટ થતી હતી. મહારાષ્ટ્ર અને પ્રયાગરાજમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ફૂલચંદ્ર નામની બીજી વ્યક્તિ ટેલિગ્રામ ચેનલ ચલાવતો હતો. રોમાનિયા અને એટલાન્ટાના હેકર સાથે પ્રજ્વલ સંપર્કમાં હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh