Advertisement
Author: નોબત સમાચાર

જયોતિરાવ ફુલે ચોકનાં ડેવલોપમેન્ટ મુદ્દે ધરણા-આવેદનનો કાર્યક્રમ યોજાયો

જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે

જામનગર તા. ૨૧: જામનગર શહેરના જુના રેલવે સ્ટેશન પાસે જયોતિરાવ ફુલે ચોકના ડેવલોપમેન્ટ મુદ્ે આજે સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા સુધી ધરણાં-પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યા પછી મહાનગર પાલિકામાં અધિકારી- પદાધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું.

ઓબીસી-એસસી-એસ.ટી. અને માઈનોરીટી પ્રખર સમાજ સુધારક જયોતિરાવ ફુલે ચોકને ડેવલોપમેન્ટ કરવા ૧૯૯૯માં મહાનગર પાલિકાએ ઠરાવ કર્યો હતો. છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. આ બાબતે અનેક સંસ્થાઓ, સંગઠનો દ્વારા રજૂઆતો કરવા છતાં તંત્ર જવાબ આપતુ નથી.

આ ચોકનું ડેવલોપમેન્ટ કરવામાં આવે અને જયોતિરાવ ફુલેની પ્રતિમા મુકવામાં આવે તેવી માંગણી આવેદન પત્રમાં કરવામાં આવી છે. જયોતિરાવ ફુલે પ્રખર સમાજ સુધારક હતાં. શિક્ષણના હિમાયતિ હતા. તેઓનો જન્મ તા. ૧૧-૪-૧૮૨૭ના મહારાષ્ટ્રના પૂનામાં થયો હતો. જાતિભેદના કટર વિરોધી હતા. તેમને લડતમાં પત્ની સાવિત્રીબાઈ ફુલેને ફાતિમા શેખરે સહકાર આપ્યો હતો. તેમણે બાળલગ્નનો વિરોધ કર્યો હતો. અને વિધવા પૂર્વલગ્નનાં અધિકારને ટેકો આપ્યો હતો. તેમણે સત્ય શોધ સમાજની સ્થાપના કરી હતી. તેઓ સફળ કોન્ટ્રાકટર હતાં. મુંબઈનું વીટી સ્ટેશન ૧૮૮૮માં તેમને લકવાનો હુમલો આવ્યો હતો અને ૨૮-૧૧-૧૮૯૦માં પૂણેમાં નિર્વાણ પામ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh