Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અશ્લીલ, અભદ્ર, અનૈતિક સામગ્રી પીરસાશે તો યોગ્ય પગલાં લેવાશેઃ
નવી દિલ્હી તા. ર૧: ઓટીટી પ્લેટફોર્મ પર હવે અશ્લીલ સામગ્રી નહીં પીરસી શકાય. આ માટે કેન્દ્ર સરકારે કડક એડવાઈઝરી દ્વારા નૈતિક આચારસંહિતાનું સખતપણે પાલન કરવાનો આદેશ કર્યો છે.
સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી પરના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે ઓટીટી પ્લેટફોર્મ માટે કડક એડવાઈઝરી જારી કરીને કાયદા દ્વારા પ્રતિબંધિત સામગ્રી પ્રસારિત કરવા સામે ઓટીટી પ્લેટફોર્મને વોર્નિંગ આપી હતી. ઓવર-ધ-ટોપ પ્લેટફોર્મ્સ અને સ્વ-નિયમનકારી સંસ્થાઓને જારી કરેલી એડવાઈઝરીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે સામગ્રી પ્રસારિત કરતી વખતે આઈટી નિયમો-ર૦ર૧ હેઠળ નિર્ધારિત નૈતિક આચારસંહિતાનું સખતપણે પાલન કરવાનો આદેશ આપ્યો હતો. આવી સામગ્રીનું વય-આધારિત વર્ગિકરણ કરવાની પણ તાકીદ કરાઈ હતી.
સરકારે ઓટીટી પ્લેટફોર્મની સ્વ-નિયમનકારી સંસ્થાઓને પ્લેટફોર્મ્સ દ્વારા નૈતિક આચારસંહિતાના ઉલ્લંઘન માટે યોગ્ય પગલાં લેવા પણ જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે, ઓટીટી પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયામાં અશ્લીલ, પોર્નોગ્રાફિક અને અભદ્ર સામગ્રીના પ્રસારણ અને ફેલાવા અંગે સરકારે સંસદ સભ્યો, વૈધાનિક સંસ્થાઓ અને જાહેર જનતા તરફથી ફરિયાદ મળી છે. ઉપરોક્ત ફરિયાદોને આદેશે તાકીદ કરવામાં આવે છે કે ઓટીટી પ્લેટફોર્મ લાગુ પડતા કાયદાની વિવિધ જોગવાઈઓ તથા આઈટી નિયમો ર૦ર૧ હેઠળની નૈતિક આચારસંહિતાનો પાલન કરે તે જરૂરી છે.
આ ઉપરાંત એડવાઈઝરીમાં જણાવાયું કે ઓટીટી પ્લેટફોર્મ કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈપણ સામગ્રી પ્રસારિત કરી શકશે નહીં. વયસંબંધિત સામગ્રીનું સ્પષ્ટ વર્ગિકરણ કરવાનું રહેશે. 'એ' રેટેડ કન્ટેન્ટ માટે કંટ્રોલ સિસ્ટમનો અમલ કરવો પડશે, જેથી આવી સામગ્રી બાળક સુધી પહોંચી શકે નહીં. ઓટીટી પ્લેટફોર્મે આવી સામગ્રીના સંદર્ભમાં સાવચેતી રાખવાની રહેશે.
સુપ્રિમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના કન્ટેન્ટ નિયમન માટે વ્યવસ્થા તંત્ર ઘડવાનું સૂચન કર્યા પછી સરકારે આ એડવાઈઝરી જારી કરી હતી. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર સામગ્રી શેર કરવાના મુદ્દે કોઈ નિયમનો નથી અને તમામ પ્રકારની સામગ્રી પીરસવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial