Advertisement
Author: નોબત સમાચાર

યુદ્ધની સાયકોલોજી:

પુસ્તક પરિચય

દીપ ત્રિવેદી લિખિત લગભગ ર૦૦ પેઈઝનું પુસ્તક 'યુદ્ધની સાયકોલોજી'માં માનવજીવન દરમિયાન ઊભા થતા સંઘર્ષો તથા તેનો સામનો કરવાની ક્ષમતાની વાત કરવામાં આવી છે. જીવનનો સંઘર્ષ સાથે સંબંધ, સંઘર્ષરહિત જીવન, રોજીંદા સંઘર્ષો અને બિનજરૂરી તથા સ્વભાવગત સંઘર્ષો પર ઊંડુ ચિંતન વ્યક્ત થયું છે.

લેખકે સંઘર્ષના પાયામાં રહેલા પરિબળો, ઈમોશનલ કાર્ડ સામે સાવધાની, સ્વયં સાથે સંઘર્ષ, બાહ્ય અને આંતરિક યુદ્ધ, છૂપાયેલા શત્રુઓની પહેચાન વગેરેની અદ્ભુત ઢબે પ્રસ્તુતિ કરી છે અને યુદ્ધ જીતવા માટે યુદ્ધનો હેતુ જાળવીને સમજુતિના દરવાજા ખુલ્લા રાખવા અને યુદ્ધ જીતવા માટે શત્રુની કઈ કઈ બાબતોનો જ હથિયાર તરીકે ઉપયોગ થઈ શકે છે.

યુદ્ધ શરૂ થતા પહેલા યુદ્ધ દરમિયાન અને યુદ્ધ જીત્યા પછીની સ્થિતિમાં રાખવાની કાળજી તથા સતર્કતાનો પરોક્ષ ઉપબોધ પણ પ્રસ્તુત થયો છે. ટૂંકમાં યુદ્ધ તથા જીવનના સંઘર્ષોને સમજવા અને જીતવાના ઉપાયોની સાથે સાથે ઊંડું તત્ત્વચિંતન પણ આ પુસ્તકમાં પ્રસ્તુત કર્યું છે.

આત્મન ઈનોવેશન પ્રા.લિ. દ્વારા આ પુસ્તક વાચ્યા વગર તેને પૂરેપૂરૂ સમજવું અઘરૂ છે અને વાચ્યા પછી તેના વિષે સંક્ષિપ્ત અભિપ્રાય આપવો કદાચ તેનાથી પણ મુશ્કલ જણાય છે. આ પુસ્તકના લેખક અને પ્રકાશક અભિનંદનને પાત્ર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh