Advertisement
Author: નોબત સમાચાર

હાલારના સાંસદ પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક સાંસદ ખેલ મહોત્સવ-ર૦રપનું આયોજન

તા. ૧૮ ડિસે.થી તા. રપ ડિસે. સુધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ ૧ર-જામનગર લોકસભા ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવ-ર૦રપનું તારીખ ૧૮ થી રપ ડિસે. સુધી અંતિમ ચરણ યોજાનાર છે જે માટે ભાગ લેનાર ખેલાડીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

૧ર-જામનગર લોકસભા ક્ષેત્રમાં જામનગર-દેવભૂમિ દ્વારકા ઉપરાંત મોરબીના આમરણ ચોવીશી વિસ્તારના ગ્રામ્ય કક્ષાએ યોજાયેલા આ મહોત્સવમાં અઢી લાખ જેટલા યુવા ભાઈ બહેનોએ ફીટ ઈન્ડિયાના દર્શન કરાવીને મહામહોત્સવ બનાવ્યો છે આ ખેલ મહોત્સવ દરમ્યાન હાલારના બંને જિલ્લાઓમાંથી પ્રતિભાઓ ઉભરી આવી હોય આગામી કોનવેલ્થ ગેમ્સમાં હાલારભરના સ્થાનીક ખેલાડીઓ જોવા મળશે તેવી આ રમત ગમત હરીફાઈને જબરી લોકપ્રિયતા મળી રહી છે.

જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા ક્ષેત્રમાં સંસદસભ્ય પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ યુવા શક્તિને રમતગમત સાથે જોડવા હેતુસર સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ ખેલ મહોત્સવનું તારીખ ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ દરમ્યાન અંતિમ ચરણની રમતોનું આયોજન થયું છે અને આ મહોત્સવનું આયોજન ગ્રામ્ય કક્ષા, નગર કક્ષા, મહાનગર ઝોન કક્ષા તાલુકા કક્ષા તથા જિલ્લા કક્ષાએ કરવામાં આવ્યુ છે, જેથી દરેક સ્તરના ખેલાડીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની સમાન તક મળી રહે. તેમજ આ મહોત્સવ અંતર્ગત દોડ, સંગીત ખુરશી, કબડ્ડી, ખો-ખો, નારગોલ, રસા ખેંચ, વોલીબોલ, બાસ્કેટબોલ, કુસ્તી તથા ક્રિકેટ જેવી વિવિધ રમતો યોજાઇ રહી છે આ મહોત્સવ દ્વારા ખેલ ભાવના, શિસ્ત, ટીમવર્ક અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળ્યુ છે અને જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા ક્ષેત્રના તમામ ખેલાડીઓ અને રમતપ્રેમીઓએ આ ખેલ મહોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે ખાસ કરીને નોંધપાત્ર બાબત એ છે કે આ મહોત્સવ માટે અઢીલાખ જેટલી રેકર્ડ બ્રેક એન્ટ્રી થતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ યોજાયેલો મહોત્સવ મહામહોત્સવ બની રહૃાો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાષ્ટ્રની યુવા શક્તિના ઉજાગરનો અને પ્રતિભા નીખરી આવે તેવો દીર્ઘતાભર્યો હેતુ સિદ્ધ કરનારા આ ૧૨-જામનગર લોકસભા ક્ષેત્રના *સાંસદ ખેલ મહોત્સવ* ને નવી બુલંદી પ્રાપ્ત થઇ હોઇ તેમજ કેન્દ્ર સરકારના રમત ગમત મંત્રી મનસુખભાઇ માંડવીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતની જેમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના યુવા ભાઇ બહેનોએ થનગનાટ પૂર્વક ભાગ લીધો હોઇ આ મહોત્સવ ઐતિહાસિક અને યાદગાર બની રહૃાો છે.

ફીટ ઈન્ડિયા સાર્થક કરતા આ મહામહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ આગામી તા. ૨૫ના જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં યોજાનાર છે તે માટે ભાગ લેનાર ખેલાડીઓમાં અત્યારથી જ ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh