Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિક સમસ્યામાં મળશે રાહત
જામનગર તા. ૧૭: ધ્રોલ પંથકમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે લાંબા સમયથી આગેવાનો-સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી આખરે તેને સફળતા સાંપડી છે. અને વૈકલ્પિક રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આથી ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે.
ધ્રોલથી લતીપુરનો માર્ગ અત્યંત ભારે ટ્રાફિકના કારણે વ્યસ્ત રહે છે. અને અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે.
આ સમસ્યાનું કારણ ભાદરાથી જાંબુડા રોડ બંધ થતા ભારે વાહનોનું ભારણ મુખ્ય રોડ પર આવી પડ્યું હતું, પરિણામે ધ્રોલ શહેરમાં દરરોજ ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતી હતી. સ્થાનિક વાહન ચાલકો, ધંધાર્થીઓ માટે આ સમસ્યા પારાવાર મુશ્કેલી સમાન હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરીયાતોને ભારે તણાવમાં સમય પસાર કરવો પડતો હતો. આ બાબતે ધારાસભ્ય સહિતનાઓ દ્વારા મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આખરે વૈકલ્પિક રસ્તાનું કામ શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ પણ કામના સ્થળની મુલાકાત કરી હતી. તેમની સાથે નગરપાલિકા કારોબારી અધ્યક્ષ સુરેશ જાની, ભાજપ પ્રમુખ હિરેન કોટેચા, પૂર્વ પ્રમુખ નવલભાઈ મુંગરા, પૂર્વ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, કોર્પોરેટરો સહિતનાઓ જોડાયા હતા. આમ, ધ્રોલ મામલતદાર કચેરી, પી.ડબલ્યુ.ડી., આર એન્ડ બી જેવા સંબંધિત વિભાગો સામેલ કરતા આ રજૂઆતને આખરે સફળતા સાંપડી છે.
આ ઉપરાંત ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશન દ્વારા પણ બીજા રોડ માટેની રજૂઆત કરવામાં આવી હતી.
આ તમામની રજૂઆતો પછી વૈકલ્પિક રોડનું કામ શરૂ થયું છે જે પૂર્ણ થતા જ ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial