Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈથિયોપિયાની સંસદમાં ભારતના પી.એમ.નું સંબોધન
નવી દિલ્હી તા. ૧૭: વડાપ્રધાન મોદીએ પોતાની ઇથિયોપિયા મુલાકાતના બીજા દિવસે ત્યાંની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારત અને ઇથિયોપિયા વચ્ચેના ગાઢ સંબંધો, સમાન સંસ્કૃતિ અને લોકશાહી મૂલ્યો પર ભાર મૂક્યો હતો.
પીએમ મોદીએ પોતાના સંબોધનની શરુઆતમાં ઇથિયોપિયાને 'સિંહોની ધરતી' કહીને નવાજ્યું હતું. તેમણે ભાવુક થતાં કહૃાું કે, 'ઇથિયોપિયા આવીને મને મારા ઘર જેવું જ અનુભવાય છે, કારણ કે મારું ગૃહ રાજ્ય ગુજરાત પણ વિશ્વભરમાં 'સિંહોની ધરતી' તરીકે ઓળખાય છે.' આ રીતે તેમણે બંને દેશો વચ્ચે ભૌગોલિક અને સાંસ્કૃતિક સમાનતા દર્શાવી હતી.
પીએમ મોદીએ બંને દેશોના રાષ્ટ્રભક્તિના ગીતો વચ્ચેની સમાનતા વિશે વાત કરતાં જણાવ્યું કે, 'ભારતનું રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' અને ઇથિયોપિયાનું રાષ્ટ્રગીત બંને માતૃભૂમિને 'માતા' તરીકે સંબોધિત કરે છે. આ ગીતો આપણને આપણો વારસો, સંસ્કૃતિ અને સુંદરતા પર ગૌરવ કરવાનું શીખવે છે અને માતૃભૂમિની રક્ષા માટે પ્રેરિત કરે છે.' મંગળવારે પીએમ મોદીને ઇથિયોપિયાના સર્વોચ્ચ સન્માન 'ધ ગ્રેટ ઓનર નિશાન ઑફ ઇથિયોપિયા'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial