Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકાર તદ્વિષયક વિચાર-વિમર્શ માટે ભારતીય કિસાન સંઘને જ કેમ બોલાવે છે?
ખંભાળિયા તા. ૧૭: ગુજરાત કિસાન કોંગરેસના પ્રમુખ તથા દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયા દ્વારા ગુજરાતમાં વીજલાઈનો બાબતે રાજ્ય સરકાર ખેડૂતોના ભોગે વીજ કંપનીઓને મદદ કરતી હોય, પોલીસ અને પ્રશાસન બન્ને ખાનગી વીજ કંપનીઓની 'ચોક્કસ' કારણોસર તરફદારી કરતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.
તેમણે ફરિયાદ કરેલ કે કાયદાને કોરાણે મૂકીને અલગ અલગ પરિપત્ર દ્વારા ખેડૂતોને પરેશાન કરવામાં આી રહ્યા છે. જેથી નોટીસ ર૦૦૩ ૧૮૮પ ના કાયદાઓની અપાય તો પછી વળતર પણ એ જ કાયદા મુજબ અપાવુ જોઈએ તે અપાતું નથી. નોટીસ આપવામાં અને વળતર આપવામાં અલગ અલગ કાયદા શા માટે?
એક જ કંપની, એક જ વીજલાઈન, એક સરખો વીજપ્રવાહ, એક સમાન જગ્યા છતાં ખેતરે ખેતરે અને જિલ્લે જિલ્લે અલગ વળતર કેમ? કેન્દ્ર સરકારની એસ.ઓ.પી. મુજબ ખેડૂતોને વેલ્યુચર કમિટી નિમવાની સત્તા કેમ નહીં? ર૦૧૩ ના સરકારના કાયદા મુજબ બજાર ભાવનું ચારગણું વળતર કેમ નહીં? રાજસ્થાન-ગુજરાતના પડોશી રાજ્યમાં જમીન સંપાદનમાં રાજ્ય સરકાર ચારગણું વળતર બજારભાવથી આપતી હોય તો ગુજરાતમાં કેમ નહીં? કંપનીઓ કોમર્શિયલ છે તે ધંધો કરે છે તો ગુજરાતમાં ખેડૂતોને કોમર્શિયલ ભાવ કેમ નહીં? મોબાઈલ ટાવર છત પર કે જગ્યામાં ઊભો કરવામાં માસિક ભાડું તો વીજલાઈનના ટાવરમાં માસિક ભાડું કેમ નહીં? વીજલાઈનોના નક્કી વિસ્તારોમાં ખેડૂત બીનખેતી કરાવી શકતા નથી તથા વીજલાઈનના કોરીડોરમાં મકાન, બોર, કૂવો કરી શકતા નથી તથા બાગાયતી પાક પણ લઈ શકતા નથી. હેવી વીજલાઈનો નીકળતી હોય, કાયમી શોટસરકીટથી પાકને નુક્સાનીનો ભય રહે છે તથા જાનમાલને નુક્સાનની બીક પણ રહે છે. સરકાર આ ગંભીર પ્રશ્નો અંગે ખેડૂત સંગઠનોને ચર્ચા-વિચારવિમર્શ માટે નથી બોલાવતી માત્ર ભારતીય કિસાન સંઘને જ કેમ બોલાવાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial