Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ તથા ડોલરની નબળાઈ કારણભૂત
મુંબઈ તા. ૧૭: બુલિયન માર્કેટને બુધવાર ફળ્યો છે અને ચાંદી એક જ દિવસમાં એમસીએકસ પર ૭૫૦૦ રૂપિયાના તોતિંગ ઉછાળા સાથે ૨ લાખને પાર પહોંચી છે, જયારે સોનામાં તેજી જોવા મળી રહી છે.
ભારતીય બુલિયન માર્કેટમાં બુધવારે ઐતિહાસિક દિવસ જોવા મળ્યો છે. ચાંદીના ભાવે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી હાંસલ કરી છે. એક જ દિવસમાં આવેલા તોતિંગ ઉછાળાને કારણે ચાંદીનો ભાવ ૨,૦૫,૦૦૦ને પાર કરી ગયો છે, જેનાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
આજના કારોબારમાં, ચાંદીના વાયદા ભાવમાં ૭,૫૯૦નો જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો, જે લગભગ ૩.૮૪%નો વધારો દર્શાવે છે. આ ઐતિહાસિક તેજી સાથે, માર્ચ ૨૦૨૬ના વાયદાનો ભાવ ૨,૦૫,૩૪૫ પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી ગયો હતો. બજાર નિષ્ણાતો આ ઉછાળાને અભૂતપૂર્વ ગણાવી રહૃાા છે, જેણે ટૂંકા ગાળામાં રોકાણકારોને મોટો નફો અપાવ્યો છે.
ચાંદીની સાથે-સાથે સોનામાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો. સોનાના ફેબ્રુઆરી ૨૦૨૬ના વાયદાના ભાવમાં ૨૪૧નો વધારો નોંધાયો હતો, જેની સાથે સોનાનો ભાવ ૧,૩૪,૬૫૦ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયો હતો. જોકે, સોનાનો ઉછાળો ચાંદીની સરખામણીમાં ઓછો હતો, તેમ છતાં બંને કિંમતી ધાતુઓમાં તેજીનો ટ્રેન્ડ સ્પષ્ટ દેખાઈ રહૃાો છે.
બજારના જાણકારો મુજબ, કિંમતી ધાતુઓમાં આ તેજી પાછળ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, મુખ્ય કરન્સી ડોલર સામે રૂપિયાની નબળાઈ અને ભૌગોલિક-રાજકીય તણાવ જેવા પરિબળો જવાબદાર હોઈ શકે છે. સામાન્ય રીતે, જ્યારે બજારમાં જોખમ વધે છે, ત્યારે રોકાણકારો સોના-ચાંદી જેવી સુરક્ષિત ધાતુઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત, ઔદ્યોગિક માંગમાં વધારો પણ ચાંદીના ભાવને ટેકો આપી રહૃાો છે. એકંદરે, બુલિયન માર્કેટમાં આવેલી આ ઐતિહાસિક તેજીએ રોકાણકારોને મોટી કમાણી કરાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial