Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનંત અંબાણી તથા રાધીકા અંબાણીએ એક સિંહના બચ્ચાનું નામ લિયોનેલ રાખ્યું:
જામનગર, ભારત વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસીએ અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની ખાસ મુલાકાત લીધી. વનતારામાં પરંપરાગત રીતે દરેક પહેલની શરૂઆત સનાતન ધર્મ અનુસાર આશીર્વાદ મેળવવાથી થાય છે, જે પ્રકૃતિ પ્રત્યે શ્રદ્ધા અને તમામ જીવંત પ્રાણીઓ પ્રત્યે આદર પર ભાર મૂકે છે. મેસીની મુલાકાત આ સાંસ્કૃતિક મૂલ્યોને પ્રતિબિંબિત કરતી હતી, કારણ કે તેમણે પરંપરાગત હિન્દુ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો, વન્યજીવનનું નિરીક્ષણ કર્યું અને સંભાળ રાખનારાઓ તથા સંરક્ષણ ટીમો સાથે આત્મીય સંવાદ કર્યો. મુલાકાત દરમિયાન તેમનો નમ્ર સ્વભાવ અને માનવતાવાદી મૂલ્યો સ્પષ્ટપણે ઝળહળ્યા, તેમજ વન્યજીવન સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે અનંત અંબાણી સાથેના તેમના ઉષ્માભર્યા સંબંધો પણ ઉજાગર થયા.
મેસી તેમના ઇન્ટર માયામીના સાથી ખેલાડીઓ લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ સાથે વનતારામાં પહોંચ્યા હતા. તેમનું ભવ્ય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું, જેમાં જીવંત લોકસંગીત, આશીર્વાદ અને શુદ્ધ ભાવનાનું પ્રતીક બનેલી ફૂલવર્ષા તથા ઔપચારિક આરતીનો સમાવેશ હતો. ફૂટબોલના દિગ્ગજ ખેલાડીએ મંદિરમાં મહા આરતીમાં પણ ભાગ લીધો, જેમાં અંબે માતા પૂજા, ગણેશ પૂજા, હનુમાન પૂજા અને શિવ અભિષેક સામેલ હતા. આ તમામ વિધિઓ દરમિયાન વિશ્વશાંતિ અને એકતાની પ્રાર્થના કરવામાં આવી, જે ભારતની તમામ જીવસૃષ્ટિ પ્રત્યેના શાશ્વત આદરના સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે.
સ્વાગત સમારંભ બાદ, મેસીએ વનતારાના વિશાળ સંરક્ષણ પરિસરના માર્ગદર્શિત પ્રવાસની શરૂઆત કરી. અહીં બચાવાયેલા મોટા બિલાડા, હાથીઓ, શાકાહારી પ્રાણીઓ, સરિસૃપો અને વિશ્વભરમાંથી લાવવામાં આવેલા નાના પ્રાણીઓની સંભાળ લેવામાં આવે છે. તેમણે ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ અને વિશ્વના સૌથી મોટા રિફાઇનરી કોમ્પ્લેક્સની પણ મુલાકાત લીધી, જ્યાં કામગીરીના વિશાળ કદ અને દૃષ્ટિકોણને જોઈ તેઓ આશ્ચર્યચકિત થયા.
સિંહ, ચિત્તા, વાઘ અને અન્ય લુપ્તપ્રાય પ્રજાતિઓ માટેના સંભાળ કેન્દ્રમાં મેસીએ કુદરતી અને સમૃદ્ધ વાતાવરણમાં ખીલતા પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો, જેમાંથી ઘણા પ્રાણીઓ ઉત્સુકતાપૂર્વક તેમની નજીક આવ્યા. ત્યારબાદ તેમણે હર્બિવોર કેર સેન્ટર અને સરિસૃપ સંભાળ કેન્દ્રની મુલાકાત લીધી, જ્યાં વિશેષ પશુચિકિત્સા સારવાર, કસ્ટમાઇઝ્ડ પોષણ, વર્તણૂક આધારિત તાલીમ અને વૈજ્ઞાનિક પશુપાલન પ્રોટોકોલ હેઠળ પ્રાણીઓની ઉત્તમ સંભાળ લેવામાં આવે છે, જે વન્યજીવન કલ્યાણમાં વનતારાના વૈશ્વિક નેતૃત્ત્વને દર્શાવે છે. પ્રવાસ દરમિયાન તેમણે મલ્ટી-સ્પેશિયલિટી વાઇલ્ડલાઇફ હોસ્પિટલની પણ મુલાકાત લીધી, જ્યાં રિયલ-ટાઇમ ક્લિનિકલ અને સર્જિકલ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું, તેમજ બાદમાં ઓકાપી, ગેંડા, જિરાફ અને હાથીઓને ખોરાક આપ્યો. વૈશ્વિક દૃષ્ટિકોણથી તેમણે ભારતમાં વન્યજીવન સંભાળ અને સંરક્ષણને આગળ વધારવા માટે ભારતના વડાપ્રધાનની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી.
અનાથ અને સંવેદનશીલ નાના પ્રાણીઓ માટે સમર્પિત ફોસ્ટર કેર સેન્ટરમાં મેસીએ તેમની સંઘર્ષભરી છતાં પ્રેરણાદાયી યાત્રાઓ વિશે જાણકારી મેળવી. એક હ્ય્દયસ્પર્શી ક્ષણમાં અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ સાથે મળીને એક સિંહના બચ્ચાનું નામ લાયોનેલ રાખ્યું, જે હવે આશા અને સતતતા પ્રતિક બની ગયું છે અને ફૂટબોલ દંતકથાના સન્માનમાં અપાયું છે.
પ્રવાસનું મુખ્ય આકર્ષણ એલિફન્ટ કેર સેન્ટર રહૃાું, જ્યાં મેસી માણિકલાલને મળ્યા બે વર્ષ પહેલાં લાકડા કાપવાના ઉદ્યોગમાં કઠોર મજૂરીમાંથી તેની બીમાર માતા પ્રથમા સાથે બચાવાયેલ હાથીનું બચ્ચું. એક એવી ક્ષણમાં, જેણે સમગ્ર કેન્દ્રના હ્ય્દયો જીતી લીધા, મેસીએ માણિકલાલ સાથે અચાનક ફૂટબોલ આધારિત સમૃદ્ધિ પ્રવૃત્તિમાં ભાગ લીધો અને રમતની સાર્વત્રિક ભાષાનું જીવંત પ્રદર્શન કર્યું. હાથીના બચ્ચાએ આ પ્રવૃત્તિનો ઉત્સાહપૂર્વક પ્રતિભાવ આપ્યો અને રમૂજી હલચાલ કરી, જે તેની પોતાની ઊભરતી કુશળતાને દર્શાવતી હતી. આ ક્ષણ મેસીની ભારત મુલાકાતની સૌથી યાદગાર પળોમાંની એક બની ગઈ.
અનંત અંબાણીએ વનતારાની મુલાકાત બદલ અને પ્રાણીઓ તથા માનવજાત પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેરણા આપવા બદલ મેસીનો આભાર માન્યો. તેના જવાબમાં, સ્પેનિશ ભાષામાં મેસીએ કહૃાું,
વનતારા જે કાર્ય કરી રહૃાું છે તે ખરેખર અદભૂત છે પ્રાણીઓ માટેનું કાર્ય, તેમને મળતી સંભાળ અને તેમને બચાવીને જે રીતે સાચવવામાં આવે છે તે અત્યંત પ્રભાવશાળી છે. અમે અહીં અતિ સુંદર સમય વિતાવ્યો, સંપૂર્ણપણે આરામદાયક અનુભવ કર્યો, અને આ એક એવો અનુભવ છે જે હંમેશા તમારી સાથે રહે છે. આ અર્થપૂર્ણ કાર્યને પ્રેરણા આપવા અને ટેકો આપવા માટે અમે ચોક્કસપણે ફરી મુલાકાત લઈશું.
મુલાકાતના અંતે મેસીએ નારિયાળ ઉત્સર્ગ અને મટકા ફોડ જેવી પરંપરાગત વિધિઓમાં ભાગ લીધો, જે સદ્ભાવના અને શુભ શરૂઆતનું પ્રતીક છે. સમારંભ શાંતિ અને સુખાકારી માટેના મંત્રોચ્ચાર સાથે પૂર્ણ થયો, જે વનતારાના મિશન અને મેસીના વૈશ્વિક વારસાને જોડતા સહિયારા મૂલ્યોને ઉજાગર કરે છે. સામાજિક કાર્યો, શિક્ષણ, આરોગ્યસંભાળ અને બાળકોના કલ્યાણ માટે સમર્પિત લિઓ મેસી ફાઉન્ડેશનનું નેતૃત્વ કરતા મેસીએ વનતારાના હેતુ સાથે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી અને પ્રાણીઓ માટે કરૂણાપૂર્ણ તથા વિજ્ઞાન આધારિત સંભાળના તેના દૃષ્ટિકોણની પ્રશંસા કરી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial