Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર તથા જામજોધપુરના પરડવામાં બોલી બઘડાટીઃ
જામનગર તા. ૧૭: લાલપુરના એક યુવાને બે વર્ષ પહેલાં એક યુવતી સાથે ભાગીને લગ્ન કરતા તેનો ખાર રાખી યુવતીના પિતા સહિતના ત્રણ શખ્સે સોમવારે રાત્રે આ યુવાન પર પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે જામજોધપુરના પરડવામાં પ્રેમલગ્ન કરીને આવેલી યુવતીના ઉશ્કેરાયેલા પરિવારજનોએ શનિવારની રાત્રે તે યુવતીના સાસરે ધસી જઈ ધમાલ મચાવી બારીનો કાચ ફોડી નાખવા ઉપરાંત ત્યાં પડેલા સ્કૂટરમાં તોડફોડ કરી હતી. પોલીસે ચાર સામે ગુન્હો નોંધ્યો છે.
લાલપુર શહેરમાં હુસેની ચોકમાં રહેતા આબીદ હુસેનભાઈ સૈયદ નામના યુવાને બેએક વર્ષ પહેલાં એક યુવતી સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. તે બાબત ન ગમતા યુવતીના પરિવારજનો ઉશ્કેરાયેલા હતા. તે દરમિયાન સોમવારે રાત્રે લાલપુરના સામાકાંઠેથી પસાર થતાં આબીદને યુવતીના પરિવારના શબ્બીર ઈસ્માઈલ ચનાણી, અરમાન સલીમ દલ, મોહસીન સીદીક માંધ્રા નામના ત્રણ શખ્સે રોકી લીધો હતો.
આ શખસોએ બોલાચાલી કર્યા પછી અરમાને પાછળથી પકડી રાખ્યો હતો અને શબ્બીર ચનાણીએ પાઈપથી હુમલો કરી હાથ-પગમાં ફટકા માર્યા હતા અને બીજી બાજુથી મોહસીને હાથ તથા પગમાં પાઈપ ફટકાર્યાે હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલાખોરો નાસી ગયા હતા. લાલપુર પોલીસે તપાસ શરૂ કરી છે.
જામજોધપુર તાલુકાના પરડવા ગામના વાડી વિસ્તારમાં રહેતા મયુર કારાભાઈ ખુંટી નામના યુવાન સાથે થોડા સમય પહેલાં દિશાબેન લીલાભાઈ ગરેજા નામના યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારપછી પરડવા ગામની સીમમાં વસવાટ કરતા દિશાબેન તથા મયુરભાઈ રવિવારની રાત્રે પોતાના ખેતર સ્થિત મકાનમાં હતા ત્યારે ત્યાં ધસી આવેલા પ્રાંસલા ગામના પ્રેમસિંગ મોરી, વિજય ભલાભાઈ વાઘેલા, અમરાપરના રાજુ કુછડીયા, પાટણના મુળૂભાઈ ખુંટીએ ધમાલ મચાવી પોતાની પાસે રહેલા હથિયારથી બારીના કાચનો ભુકકો બોલાવી દેવા ઉપરાંત ત્યાં પડેલા સ્કૂટરમાં ભાંગતોડ કરી નાખી હતી. દિશાબેને જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial