Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક્ટિવા પર આવેલા શખ્સો પલાયન થઈ ગયાઃ
જામનગર તા. ૧૭: જામજોધપુરના એક વકીલ ગઈકાલે પોતાના બાઈકમાં જીપીએસની મદદથી સમર્પણ હોસ્પિટલ તરફનું એડ્રેસ મેળવીને જતા હતા ત્યારે એક્ટિવા સ્કૂટરમાં ધસી આવેલા બે શખ્સે તેઓને માર મારી ધમકાવવા ઉપરાંત બળજબરીપૂર્વક ક્યુઆર કોડથી રૂ.૧૦ હજાર ટ્રાન્સફર કરાવી, ડોક્યુમેન્ટ પડાવી લઈ પોબારા ભણી લેતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામજોધપુર શહેરમાં ધ્રાફા ફાટક પાસે માધવ એવન્યુમાં રહેતા એડવોકેટ ગૌતમભાઈ કેશવભાઈ કારેણા ગઈકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે જામનગરમાં સમર્પણ સર્કલ પાસેથી જીજે-૩-એલસી ૮૧૫૮ નંબરના મોટરસાયકલમાં પસાર થતા હતા ત્યારે નંબર પ્લેટ વગરના બ્લુ રંગના એક્ટિવા સ્કૂટરમાં બે શખ્સ ધસી આવ્યા હતા.
આ શખ્સોએ ગૌતમભાઈને રોકી ગાળો ભાંડ્યા પછી ગળુ પકડી લઈ માર મારવાનું શરૂ કર્યા પછી બળજબરીથી રૂ.૧૦ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા અને કેટલાક જરૂરી કાગળો પણ ગૌતમભાઈ પાસેથી પડાવી લીધા હતા. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પીએસઆઈ એસ.એમ. સીસોદીયાએ તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial