Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છઠ્ઠી ડિસેમ્બરે હોમગાર્ડઝ સ્થાપના દિને
જામનગર તા. ૧૭: જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી. ઉત્કૃષ્ટ કામગીરી કરનાર હોમગાર્ડઝ સભ્યોની કામગીરીને બિરદાવી સન્માનિત કરાયા હતાં.
જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૫ના હોમગાર્ડઝ સ્થાપના દિવસની શાનદાર ઉજવણી શહેરના ટાઉનહોલમાં કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે સવારે ૩૭૫થી વધુ હોમગાર્ડઝ સભ્યોએ જિલ્લા હોમગાર્ડઝ કચેરીથી ટાઉનહોલ સુધી પ્રભાતફેરી યોજી હતી. ત્યારપછી નાયબ નિયંત્રક સિવિલ ડિફેન્સ શ્રી વી. કે. ઉપાધ્યાય અને જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા સહિત નિવૃત્ત હોમગાર્ડઝ અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વંદે માતરમ્ ગાન સાથે શરૂ થયેલા કાર્યક્રમમાં મહિલા હોમગાર્ડઝ દ્વારા હેલારો રાસ અને ભાઈઓ દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામગીરી અને કોરોનાકાળમાં હોમગાર્ડઝ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીની સમીક્ષા કરતી એક ક્લિપ પણ દર્શાવવામાં આવી હતી. જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ હોમગાર્ડઝના ઇતિહાસ અને વર્ષ દરમિયાનની તમામ કામગીરીની માહિતી આપી મહેમાનોનું શાબ્દિક અભિવાદન અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું હતું.
આમંત્રિત મહેમાનોના હસ્તે વર્ષ દરમિયાન જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર, મુખ્યમંત્રી મેડલ મેળવનાર તથા રાજ્ય અને નેશનલ કક્ષાએ રમતોત્સવમાં નંબર મેળવનાર હોમગાર્ડઝ સભ્યોને પ્રમાણપત્રો આપી બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રમોશન મેળવનાર હોમગાર્ડઝને રેન્ક ધારણ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત, ધોરણ ૧૦, ૧૨ અને કોલેજમાં ઉચ્ચ ગુણાંક મેળવનાર હોમગાર્ડઝ સભ્યોના સંતાનોને હોમગાર્ડઝ વેલફેર ફંડમાંથી આવેલ સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ નિયંત્રક સિવિલ ડિફેન્સ વી. કે. ઉપાધ્યાય, આગેવાન સર્વે બીનાબેન કોઠારી અને ડો. વિનોદ ભંડેરીએ હોમગાર્ડઝની સેવાઓને બિરદાવતાં જણાવ્યું હતું કે, *દરેક જગ્યાએ જામનગરની હોમગાર્ડઝ અગ્રેસર હોય છે.*
કાર્યક્રમમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, અભિષેક પટવા, હોમગાર્ડઝ ઈન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર હાજાભાઈ કડછા, સ્ટાફ ઓફિસર લીગલ રૂષિરાજ જેઠવા, તથા નિવૃત્ત ઇન્સ્ટ્રેક્ટર એમ.બી.કેર, પી.એલ.ખજૂરિયા, અને હેમંત ગોહિલ સહિત હોમગાર્ડઝ સભ્યો ઉપસ્થિત રહૃાા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત અધિકારીઓ સુનિલ ત્રિવેદી અને ચંદ્રવદન મહેતાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial