Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ધીંગાણી પરિવાર દ્વારા નોટબુક વિતરણ સાથે લંગર યોજી શ્રદ્ધાંજલિ અપાઈ

સિંધી સમાજના અગ્રણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગર સિંધી સમાજના અગ્રણી મહેશકુમાર પોકર દાસ ધીંગાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પ્રેરણાદાયી કાર્ય કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં નાનકપુરી સ્થિત શ્રી ગુરૂનાનક મંદિરમાં ધીંગાણી પરિવાર દ્વારા સિંધી સમાજના જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી લંગર પ્રસાદ (મહાપ્રસાદ) યોજવામાં આવ્યો હતો. મંદિરના સર્વે ભક્તોએ અને સ્થાનિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. જામનગર સિંધી સમાજના હોદ્દેદારો તેમજ સમગ્ર ટીમ આ કાર્યક્રમમાં જોડાઈ હતી. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ સ્વ. મહેશકુમાર ધીંગાણીના સમાજ પ્રત્યેના યોગદાનને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh