Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવતીના પરિવારે એક મહિલાને માથામાં પાઈપ ઝીંકતા થઈ ગંભીર ઈજાઃ
જામનગર તા. ૨૯: કાલાવડના સતીયા ગામના એક યુવાનને વીરવાવ ગામની એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા પછી આ યુગલ નાસી ગયંુ હતું. તે બાબત યુવતીના પરિવારને પસંદ પડી ન હતી તેનો ખાર રાખી બુધવારની રાત્રે સાત મોટરમાં પ્રાણઘાતક હથિયારો સાથે આવેલા બાવીસ શખ્સે બઘડાટી બોલાવી હતી. હુલ્લડ મચાવવા ઉપરાંત આ ટોળાએ ગાળો ભાંડી હતી. શખ્સે ફરિયાદી પક્ષના મહિલાને માથામાં પાઈપ ઝીંકી દઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી ઓના સગડ દબાવ્યા છે.
કાલાવડ તાલુકાના સતીયા ગામમાં રહેતા મયુરભાઈ લાલજીભાઈ માલા નામના આહિર યુવાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં આ બાબતની ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેમના કૌટુંબિક ફઈ લાભુબેન મોહનભાઈના પુત્ર મહેશ ગળચરને વીરવાવ ગામના એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તે પછી આ યુવતી તથા મહેશ ગળચર નાસી ગયા હતા.
ઉપરોક્ત બાબત યુવતીના પરિવારને પસંદ પડી ન હતી. તે બાબતનો ખાર રાખી બુધવારની રાત્રે સાડા બારેક વાગ્યે સતીયા ગામમાં સાત મોટરમાં બાવીસ જેટલા શખ્સ પ્રાણઘાતક હથિયારો ધારણ કરીને ધસી આવ્યા હતા.
આ ટોળાએ મયુરભાઈના કાકા લખમણભાઈને બોલાવ્યા પછી લક્ષ્મીપુર ગામના ભરત કરણાભાઈ ઝાપડાએ ફડાકો ઝીંકી દીધો હતો અને મયુર લાલજીભાઈને ફોન કરીને ધમકી આપી હતી. તે વેળાએ ગાળો ભાંડી ભરત કરણાભાઈએ પોતાની પાસે રહેલો પાઈપ કુંજલબેનના માથામાં ઝીંકી દીધો હતો અને ધમકી આપી હતી.
આ ટોળાએ બઘડાટી બોલાવ્યા પછી હવામાં હથિયારો લહેરાવી ગાળો ભાંડવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હુલ્લડ મચાવ્યું હતું. આ ટોળામાં ભરત કરણાભાઈની સાથે સતીયા ગામના ઉકાભાઈ ગોબરભાઈ ગોલતર, ચકુભાઈ રવજીભાઈ ગોલતર, વીરવાવ ગામના સાહીલ રાતડીયા, મુન્ના ભરવાડ, દેવ ગામના મચ્છાભાઈ સામતભાઈ ફાંગલીયા, રાજકોટનો જયદીપ થોભણભાઈ વરૂ તથા અન્ય ૧પ અજાણ્યા શખ્સ સાથે રહ્યા હતા.
હુમલામાં ઘવાયેલા કુંજલબેનને ગંભીર ઈજા થઈ હોવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ બાબતની ગઈકાલે સાંજે મયુરભાઈ લાલજીભાઈ માલાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં રાવ કરી છે. પોલીસે ભરત કરણાભાઈ, ઉકાભાઈ, ચકુભાઈ, સાહીલ, મુન્ના ભરવાડ, મચ્છાભાઈ તથા જયદીપ અને અજાણ્યા ૧પ મળી ૨૨ સામે ગુન્હો નોંધ્યો છે. પીઆઈ એ.એલ. બારસીયાની સૂચનાથી પીએસઆઈ આર.બી. ઠાકોર સહિતનો સ્ટાફ તપાસમાં જોતરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial