Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નો ટોબેકો ડે' નિમિત્તે
જામનગર તા. ર૯: તા. ૩૧-પ-ર૦ર૬ ના ટોબેકો ડે, જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયુટ દર વર્ષે વિવિધ પ્રોેજેક્ટ હાથ ધરતી હોય છે. આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જાહેર જનતાને વ્યસનમુક્ત થવા તમાકુથી દૂર રહેવા એક નવીનત્તમ પ્રયોગ કરવા જઈ રહી છે. આ સંદર્ભે જામનગરના દરેક વિસ્તારમાં મહાનગરપાલિકાની કચરો એકઠો કરતી ર૧૬ ગાડીઓમાં વ્યસનમુક્તિનું ગીત બે દિવસ સુધી જનજાગૃતિ અર્થે વગાડવામાં આવશે.
આ ઉપરાંત જે લોકો તમાકુ માવા-મસાલા સિગારેટના વ્યસનથી છૂટકારો મેળવવા ઈચ્છે છે તેના માટે જામનગર સ્થિત ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સાતમા માળના બિલ્ડિંગમાં પહેલા માળે વ્યસનમુક્તિ કેન્દ્ર કાર્યરત છે, જેમાં ડો. યશ પરમાર સવારે ૯ થી ૧ અને સાંજે ૪ થી ૬ દરમિયાન પોતાની સેવા આપે છે, જેનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયુટના પ્રમુખ ડો. કલ્પનાબેન ખંઢેરીયા દ્વારા ફેક્ટરી અને હોટલના માલિકો, બેંકો તથા ઓફિસને આ ગીતને પોતાના સ્ટાફના વોટ્સએપ ગ્રુપમાં મૂકી તેમને તમાકુ છોડવા પ્રોત્સાહિત કરવા અને જી.જી. હોસ્પિટલના વ્યસનમુક્તિ કેન્દ્રની માહિતી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જયારે આ વેસ્ટ કલેકશન ગાડી આવે ત્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક કોર્પોરેટરોને વ્યસનમુક્તિનું ગીત વાગતું હોય ત્યારે વેસ્ટ કલેકશન ગાડી સાથે તમારો શોર્ટ વિડિયો લઈ અને આ વ્યસનમુક્તિ અભિયાનને ટેકો આપવા કોર્પોરેટરોને તથા જાહેર જનતાને વિનંતી છે. પછી આ વિડીયો તેમણે પોતાના સ્ટેટસ તરીકે રાખો અથવા મો. ૯૩ર૭૧૬૧૪૯૦ નંબર ઉપર વોટ્સએપ કરવો.
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વ્યસનમુક્ત થવા તથા જનજાગૃતિ અર્થે રાત્રિના ૮.૦૦ થી ૧૦ દરમિયાન તા. ૩૧-પ-ર૦ર૬ ના લાખોટા તળાવના ગેટ નંબર એક પાસે વ્યસનમુક્તિ અંગેના નાટકો પ્રદર્શિત કરવામાં આવશે, જેનો લાભ લેવા જાહેર જનતાને જણાવાયું છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના જવાનો તથા તેમના પરિવારના સભ્યો માટે આયુર્વેદ સંસ્થાન તરફથી "તમાકુનો ત્યાગ સ્વસ્થ સમાજનું નિર્માણ" આ વિષય ઉપર કાઉન્સેલિંગ કરવામાં આવશે તથા નાટકો બતાવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial