Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ નજીક નાગ્રેચા પરિવારના સદ્ભાવના વૃદ્ધાશ્રમની આહલેક "અમારે માવતર જોઈએ છે"

પથારીવશ, કેન્સરગ્રસ્ત તથા નિઃસંતાન, નિરાધાર વડીલોને જીવનભર નિઃશુલ્ક હૂંફાળો આશ્રય આપવાની નેમ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગર-રાજકોટ હાઈ-વે, પડધરી ગામ પાસે વિશ્વના સૌથી મોટા 'વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરિસર' સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના એક બિલ્ડીંગનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અને વિશાળ પરિસરમાં વૃદ્ધાશ્રમ નિર્માણની પ્રક્રિયા પૂરજોશમાં ચાલુ છે.

સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં વડીલોને પ્રવેશ મળે તેમજ વૃદ્ધાશ્રમ અંગે માહિતી આપવા સંદર્ભે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રસ્ટી ધિરેન્દ્રભાઈ કાનાબારે જણાવ્યું હતું કે જામનગર-રાજકોટ હાઈ-વે, પડધરી પાસેના મોટા રામપરમાં વિશ્વના સૌથી મોટા વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરિસર સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના એક બિલ્ડીંગનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હાલમાં ૭૦૦ જેટલા વૃદ્ધોને આ વૃદ્ધાશ્રમમાં આશ્રય આપવામાં આવ્યો છે અને આ વૃદ્ધાશ્રમમાં નિઃસંતાન, નિરાધાર, બીમાર તથા પથારીવશ વૃદ્ધોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ધિરેન્દ્રભાઈ કાનાબારે જણાવ્યું હતું કે આ વૃદ્ધાશ્રમ ૩૦ એકરમાં ફેલાયેલું છે, રૂ।. ૫૦૦ કરોડના માતબર ખર્ચે બનનારા આ વૃદ્ધાશ્રમમાં ૧૪૦૦ રૂમ હશે. ૫૦૦૦ જેટલા નિરાધાર-બીમાર-પથારીવશ કેન્સરગ્રસ્ત વડીલોનો સમાવેશ વિશ્વના આ સૌથી મોટા નિઃશુલ્ક સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં કરવામાં આવશે. ૭ ટાવર્સમાં દરેક ટાવરમાં ૧૧ માળ હશે. જેથી દરેક વ્યક્તિને પૂરતી જગ્યા અને સંભાળ મળી રહેશે. વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરિસર સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં ૨૦ લાખ સ્ક્વેર ફૂટનું વિશાળ બાંધકામ કરવામાં આવશે. જેમાં કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર તમામ વડીલોને પ્રવેશ અને તેમની દેખભાળ વિનામૂલ્યે કરવામાં આવશે.

જૈન સમાજના વડીલો માટે એક આખો ટાવર બનાવવામાં આવ્યો છે. જ્યાં રૂ।. ૮ કરોડના ખર્ચે દેરાસર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રૂ।. ૧૦ કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સદ્ભાવના વૃદ્ધાશ્રમ એક ખાસ વૃદ્ધાશ્રમ છે જેમાં નિઃસંતાન, નિરાધાર, પથારીવશ અને કેન્સર તથાા કોમાગ્રસ્ત વૃદ્ધ વ્યક્તિઓને ગૌરવ અને નિષ્ઠા સાથે મફત  જીવનભર સંભાળ પૂરી પાડવા માટે સમર્પિત છે. જ્યાં તમામ વૃદ્ધ માવતરો માટે ૨૪/૭ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આ પરિસરમાં સવાર-સાંજ નાસ્તો, બપોરે-રાત્રે ભોજન, ફિઝિયોથેરાપી સેન્ટર, ભવ્ય સત્સંગ હોલ, ધાર્મિક-આધ્યાત્મિક સહિતના વિવિધ પુસ્તકોથી સજ્જ આધુનિક સુવિધાસભર વિશાળ લાયબ્રેરી, મનોરંજન માટે ગેમરૂમ, હોસ્પિટલ સહિતની સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હાલ આ વૃદ્ધાશ્રમમાં ૭૦૦થી વધુ માવતરો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઈ રહ્યા છે. જેમાંથી ૪૦૦ વડીલો પથારીવશ છે. આ વૃદ્ધાશ્રમમાં ૫૦૦૦ માવતરોને આશ્રય આપવાનો લક્ષ્યાંક છે.

લંડન સ્થિત ઉદ્યોગપતિ વિનુભાઈ નાગ્રેચા દ્વારા રૂ।. ૧૦૮ કરોડનું દાન આ વૃદ્ધાશ્રમમાં આપવામાં આવ્યું છે.

ધિરેન્દ્રભાઈ કાનાબારે વૃદ્ધાશ્રમમાં પ્રવેશ માટેના ક્રાઈટ એરિયા અંગે જણાવ્યું હતું કે માવતરને સંતાનમાં પુત્ર ન હોય, મોટી મિલકત ન હોય તથા પેન્શનની આવક ન હોય અને જેમની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ માનવતા અને વિશેષ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉંમરના માપદંડમાં બાંધછોડ કરવામાં આવી શકે છે. પ્રવેશ પામનારા તમામ વડીલ માવતરોના આધારકાર્ડ, પાનકાર્ડ, તેમજ તેમની નજીકના બે લોકોના રેફરન્સ લેવામાં આવે છે. જો કોઈ વડીલનું મૃત્યુ થાય તો તેમના નજીકના સગાઓને જાણ કરવામાં આવે છે અને જો તેઓ તેમના અંતિમ સંસ્કાર બાબતે અસમર્થતા દાખવે તો તેવા વડીલોને અંતિમ સંસ્કાર પણ વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવે છે. હાલ આ વૃદ્ધાશ્રમમાં ૬૫ વડીલો મુંબઈના છે તેમજ દેશભરમાંથી કોઈપણ વૃદ્ધ આ વૃદ્ધાશ્રમમાં નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકે છે.

સમગ્ર ભારતમાંથી નિઃસંતાન, પથારીવશ, વૃદ્ધોને સદ્ભાવના વૃદ્ધાશ્રમ પોતાની ફરજના ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહ્યો છે. આથી, જો કોઈ વ્યક્તિની આસપાસમાં કોઈ નિરાધાર કે નિઃસહાય, પથારીવશ, રોગગ્રસ્ત, કોમાગ્રસ્ત હોય તેવા વ્યક્તિઓની માહિતી પહોંચાડવા તથા વધુ વિગત માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમ મો. ૮૦૦૦૨ ૮૮૮૮૮નો અથવા વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરિસર, સદ્ભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ-જામનગર હાઈ-વે, પડધરી પાસે, મોટા રામપર, રાજકોટનો સંપર્ક કરવો.

વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરીસર સદ્ભાવના વૃદ્ધાશ્રમની મહત્ત્વપૂર્ણ બાબતો

૩૦ એકર ક્ષેત્રમાં ફેલાયેલુ

વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ

રૂપિયા ૫૦૦ કરોડનો ખર્ચ

૧૪૦૦ રૂમ, ૫૦૦૦ લોકોની ક્ષમતા

૨૦ લાખ સ્કવેર ફૂટનું બાંધકામ

૧૧ માળના ૭ ટાવર્સ

૨૪ટ૭ તબીબી સુવિધા ઉપલબ્ધ

લાઈબ્રેરી, ગેમ રૂમ, સત્સંગ હોલ

મંદિર, દેરાસર

ફિઝીયોથેરાપી સેન્ટર સહિતની સુવિધાઓ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh