Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈ૫ણ કેસનો અનામત રખાયેલો ચૂકાદો ત્રણ મહિનાની અંદર સંભળાવવા અને
નવી દિલ્હી તા. ર૯: સુપ્રિમકોર્ટે દેશભરની તમામ હાઈકોર્ટોને જામીન, સસ્પેન્શન, કેદીઓની મુક્તિ અને હાઈકોર્ટ દ્વારા સુરક્ષિત (અનામત) રખાતા ચૂકાદા અને અમલની ચોક્કસ સમયમર્યાદા સુનિશ્ચિત કરવા અંગેના મહત્ત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે.
સુપ્રિમ કોર્ટે દેશભરની હાઈકોર્ટસને આદેશ આપ્યો છે કે, કોઈપણ કેસનો ચૂકાદો અનામત રાખ્યા પછી તેને ૩ મહિનામાં સંભળાવી દેવામાં આવે. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, ચૂકાદાઓમાં વિલંબ થવાથી જે નુક્સાન થાય છે, તેની ભરપાઈ કરી શકાતી નથી. તેઓના વડપણ હેઠળની સુપ્રિમ કોર્ટની બેન્ચે કહ્યું કે જામીન અરજીઓના આદેશ પણ તે જ દિવસે સંભળાવવા જોઈએ. જો તેમને ચૂકાદો અનામત રાખવામાં આવે છે, તો તેમને બીજા દિવસે ચોક્કસ સંભળાવવા અને અપલોડ કરવા જોઈએ.
આજે પિલા પહેન અને ઝારખંડ સરકાર સાથે સંકળાયેલો એક મામલો સીજેઆઈની બેન્ચમાં સુનાવણી માટે પહોંચ્યો હતો, અને દાવો કરવામાં આવ્યો કે ઘણી હાઈકોર્ટ ચૂકાદાઓ લાંબા સમય સુધી અનામત રાખે છે. સતત થઈ રહેલા વિલંબને પહોંચી વળવા માટે બેન્ચે મહત્ત્વપૂર્ણ નિર્દેશો દેશભરની તમામ હાઈકોર્ટોને સાંકળીને આપ્યા હતાં.
સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, જામીન અરજી પર આદેશ તે જ દિવસે સંભળાવવામાં આવે. જો આદેશ અનામત રાખવામાં આવ્યો હોય, તો બીજા દિવસ સુધીમાં અપલોડ કરવામાં આવે.
સુપ્રિમ કોર્ટે વિલંબ નિવારણ અને સિસ્ટમ સુધારવાની દિશામાં પણ મહત્ત્વપૂર્ણ નિર્દેશો આપતા કહ્યું હતું કે, જામીન અથવા સજાના સસ્પેન્શનનો આદેશ તરત જ જેલ પ્રશાસનને મોકલવામાં આવે. આરોપી અથવા કેદીને શક્ય હોય તો તે જ દિવસે, નહીં તો બીજા દિવસ સુધીમાં મુક્ત કરવામાં આવે.
ઉલ્લેખનિય છે કે, સુપ્રિમ કોર્ટમાં હાલમાં ૯ર,૩૮પ પેન્ડિંગ કેસ છે. કોવિડ પછી ઈ-ફાઈલિંગ વધવાથી કેસોની સંખ્યા સતત વધી છે. કેન્દ્ર સરકારે ૧૧ ડિસેમ્બર ર૦રપ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, દેશભરની કોર્ટમાં કુલ પ.૪૯ કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે. તેમાં સુપ્રિમ કોર્ટમાં ૯૦,૮૯૭ કેસ અને દેશની રપ હાઈકોર્ટમાં ૬૩,૬૩,૪૦૬ કેસ પેન્ડિંગ હતાં.
એક તરફ દેશમાં જિલ્લા અદાલતોથી લઈને સુપ્રિમ કોર્ટ સુધી કેસોનો ભરાવો વધી રહ્યો છે, તો બીજી તરફ બિનજરૂરી રીતે કરાતા વિલંબ તથા સિસ્ટમમાં લાપરવાહી કે વિલંબનીતિના કારણે ઊભા થતા અવરોધોને નિવારવાની જરૂર છે, ત્યારે સુપ્રિમ કોર્ટનો આ દેશવ્યાપી નિર્ણય દૂરગામી અસરો પાડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial