Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર દિવસમાં તાપમાનનો પારો ત્રણ ડીગ્રી ઊંચકાયોઃ
જામનગર તા. ર૯: જાનગરમાં છેલ્લા ચાર દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ત્રણ ડીગ્રી સુધી ઊંચકાયને ૩૮ ડીગ્રીએ પહોંચી ગયો હતો. ભેજનું પ્રમાણ ૬૬ ટકા રહ્યું હતું. આકરા તાપ અને બફારાથી પ્રજાજનો આકૂળ-વ્યાકૂળ થઈ ગયા હતાં.
જામનગરમાં હાલ તાપમાનમાં વધારાનો દોર ચાલી રહ્યો છે. ગત્ સોમવારે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી નોંધાયું હતું, જેમાં અત્યાર સુધીમાં ૩ ડીગ્રીનો વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો આંશિક વધીને મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન ર૮ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા રહ્યું હતું.
આકરા તાપ અને બફારાના ડબલ એટેકથી પ્રજાજનો બેહાલ થઈ ગયા હતાં. પરશેવે રેબઝેબ થઈ લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. ઘરમાં પણ ઉકળાટની અનુભૂતિથી નગરજનો આકૂળ-વ્યાકૂળ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં.
નગરમાં શુક્રવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના કારણે સાંજથી ગરમીનું જોર ઘટવા લાગતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી. રાત્રે ઠંડા-પીણા તથા ડીસગોલાની લારી તથા દુકાનો પર લોકોનો ધસારો વધારે જોવા મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial