Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડોદરાની જેલમાં ધકેલી દેવાયોઃ
જામનગર તા. ૨૯: જોડિયાના એક શખ્સ સામે પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે. તેની અટકાયત કરી એસઓજીએ વડોદરાની જેલમાં ધકેલી દીધો છે. જામનગર શહેર તથા જિલ્લામાં માદક પદાર્થના ગેરકાયદે વેચાણ અને વહન કરવા અંગે કેસ કરી કડક પગલાં ભરવા ઉપરાંત આ પ્રકારના વારંવાર ગુન્હાઓ આચરતા શખ્સોને પાંજરે પુરવા અપાયેલી સૂચનાના પગલે જોડિયા શહેરમાં વસવાટ કરતા અનિરૂદ્ધસિંહ ઉમેશસિંહ જાડેજા સામે કાર્યવાહી કરાઈ છે. આ શખ્સ સામે એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ વી.બી. ચૌધરી, પીએસઆઈ એલ.એમ. જેર, એ.વી. ખેર તથા ટીમે પીઆઈટી એનડીપીએસ અંગે દરખાસ્ત તૈયાર કરી હતી. તેને મંજૂરી મળતા આ શખ્સની અટકાયત કરી તેને વડોદરાની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial