Advertisement
Author: નોબત સમાચાર

ધ્રાફાથી આંબરડી વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુઃ મોટર-બાઈક અથડાયા

સ્થળ પરથી પિતા-પુત્ર હોવાનું જાણવા મળ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરના સમાણા રોડ પર આવેલા અને જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામથી આંબરડી ગામ તરફ જવાના રસ્તા પર આજે બપોરે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા છે. બાઈક તથા મોટરની ભીષણ ટક્કરથી બે વ્યક્તિએ જિંદગી ગૂમાવી છે. સ્થળ પરથી જાણવા મળ્યા મુજબ મૃત્યુ પામનાર પિતા-પુત્ર હતા.

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામથી આંબરડી ગામ તરફ જવાના રસ્તા પર આજે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક મોટર તથા બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક પ્રૌઢ તથા યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.

સ્થળ પરથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આ અકસ્માતમાં પિતા-પુત્રનો ભોગ લેવાયો છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ધસી ગયો છે. સંભવિતઃ રીતે મોટરસાયકલ પર પિતા-પુત્ર જઈ રહ્યા હતા ત્યારે સીંગલ પટી રોડ પર સામેથી દોડી આવતી મોટર ટકરાઈ પડતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh